Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

માવો - બરફી - સોયાબીન તેલ સહિતના ૪ નમૂના ફેઇલઃ સાંઇરામ હીંગ મીસ બ્રાન્ડેડ : વેપારીને ૩૦ હજારનો દંડ

કોર્પોરેશનના આરોગ્ય વિભાગની હોળીના તહેવારોમાં સઘન ચેકીંગ ઝુંબેશ : ખજૂર - દાળીયાના ૭ નમૂનાઓ લેવાયા : ખાદ્યચીજોના ૧૦૧ વેપારીઓને ત્યાં ચેકીંગ

રાજકોટ તા. ૧૭ : વર્તમાન હોળીના તહેવારોમાં ખાદ્યચીજોમાં ભેળસેળ અટકાવવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્યચીજોના ૧૦૧ વેપારીઓને ત્યાં ચેકીંગ કરી ખજુર - દાળિયાના ૭ નમૂનાઓ લઇ અને સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે તેમજ અગાઉ લીધેલા મીઠો માવો, બરફી, સોયાબીન તેલના કુલ ૪ નમૂનાઓ ફેઇલ થતાં આ વેપારીઓ સામે નિયમ મુજબ ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ છે. જ્યારે સાંઇરામ બ્રાન્ડ હીગ મીસ બ્રાન્ડેડ જાહેર થતાં આ વેપારીને ૩૦ હજારનો દંડ ફટકારાયો છે.

ખજૂર દાળિયાના નમૂના લેવાયા

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ અન્વયે હોળીના તહેવારને અનુલક્ષીને ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના નમૂના લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે. જેમાં (૧) હળદર મીઠાવાળા દાળીયા - બી.જે.ટ્રેડર્સ,

મોદી વે-બ્રીજ ૧૩-લાતી પ્લોટ (ર) સાંઇ સોના સીંગ બ્રાન્ડ રોસ્ટેડ ચણા - સાઇ સોના સીંગ, લાતી પ્લોટ-૧૨, મોદી વે-બ્રીજની સામે, કુવાડવા રોડ (૩) મસાલાવાળી ફાડા દાળ (લુઝ) - શ્રી રામ દારીયા ઇન્ડસ્ટ્રીઝ, ટીમકો હાઉસ સામે, ભાવનગર રોડ (૪) ભોલા રોસ્ટેડ ચણા (૪૦૦ ગ્રા.મ. પેકેટ) - મેરાનભાઇની વાડી, ભાવનગર રોડ, (પ) ઉપહાર સીલેકટેડ ડેટ્સ (૫૦૦ ગ્રામ - ૩૦ ગ્રામ પેકેટ) - શ્રી વડવાળા ગીતાનગર સોસા., ગોંડલ રોડ (૬) 'મધુર' બ્રાન્ડ સિલેકટેડ ખજુર (૫૦૦ ગ્રામ પેકેટ) - યોગેશ્વર અનાજ ભંડાર, એસ.વી.પી. જુનુ માર્કેટીંગ યાર્ડ, નેશનલ હાઇવે-૮ (૭) સંગમ એક્ષ્કલ્યુઝીવ સીલેકટેડ ડેટસ - અબ્દુલ હુસૈન શેખભાઇ એન્ડ સન્સ, પરાબજાર, ગોળપીઠ વગેરે સ્થળોએથી નમૂનાઓ લેવાયા હતા.

નમૂના નાપાસ

અગાઉ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્ય ચીજોનાં નમૂના નાપાસ થયેલા છે જેની વિગત આ મુજબ છે.

(૧) મીઠો માવો (લુઝ) - ક્રિષ્ના ડેરી ફાર્મ રણુજા મંદિરની સામે, કોઠારીયા રોડ, રાજકોટમાં વનસ્પતિ ઘીની ભેળસેળ (ર) વિભોર રીફાઇન્ડ સોયાબીન તેલ - ભગવતીપરા મેઇન રોડ, શેરી નં. ૨ કોર્નરમાં એકસપાયરી ડેઇટ પછી વેચાણ થતું હતું. (૩) મેપ રીફાઇન્ડ સોયાબીન તેલ (૧ લી. પેકેટ પાઉચમાંથી) - ભગવતીપરા મેઇન રોડ શેરી નં. ૨ કોર્નર પાસે, રાજકોટમાંથી એકસપાયરી ડેઇટ પછી વેચાણ થતું હતું. (૪) શુભ આનંદ દાણેદાર બરફી (૧૦ કિ.ગ્રા. પેકેટ પેકમાંથી) - અંજલી સ્વીટ રૈયા ગામ બસ સ્ટોપ પાસે, રાજકોટમાંથી મેન્યુ. - પેકીંગ ડેઇટ બેચ નં.-લોટ નં. કંઇ જ દર્શાવેલ ન હતું.  ઉપરોકત તમામ વેપારીઓ પર ફૂડ સેફટી એન્ડ સ્ટન્ડર્ડ એકટ અન્વયે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં દંડની જોગવાઇ છે.

વેપારીને ૩૦ હજારનો દંડ

દરમિયાન માર્ચ ૨૦૧૯ દરમિયાન તા. ૯-૩-૨૦૧૮ના રોજ શ્રી શિવાંગભાઇ વિનોદભાઇ પોપટ પાસેથી ખોડીયાર મસાલા ભંડાર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ 'સાંઇરામ બ્રાન્ડ હીંગ' નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થતાં કુલ રૂ. ૩૦,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

ઉપરાંત ચેકીંગ કામગીરી દરમિયાન જુદા-જુદા એફબીઓને કુલ ૧૬ ફૂડ લાયસન્સ તથા ૬૮ ફૂડ રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવેલ હતા. તથા ફૂડ ચેકીંગ કામગીરી દરમિયાન જોવા મળેલ ક્ષતિઓ બાબતે હાઇજીનીક કંડીશન્સની ૫૮ વેપારીઓને નોટીસ આપેલ હતી.

સંતકબીર રોડ, કાલાવાડ રોડ, રેસકોર્ષ વિગેરે વિસ્તારમાં આવેલ રેકડી બજારમાં - હોકર્સ ઝોનમાં ખાદ્યચીજ તથા હાઇજીન અંગે કુલ ૧૦૧ સ્થળની ચકાસણી દરમિયાન મળી આવેલ બિનઆરોગ્યપ્રદ, વાસી, પડતર પેરીશીબલ ખાદ્યસામગ્રી કુલ અંદાજીત ૨૯ કિ.ગ્રા.નો નાશ કરાયેલ હતો.

(3:21 pm IST)
  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST

  • સેન્સેકસ ર૦૦ પોઇન્ટ અપ : સેન્સેકસ ર૦૦ પોઇન્ટ વધીને ૩૮ર૯૧ અને નીફટી ૧૯૬ પોઇન્ટ વધીને ૧૧પ૧૧ : ડોલર સામે રૂપિયો ૬૮.૮૪ : બેંક નીફટીના તમામ ૧ર શેર્સમાં ખરીદી : ઓઇલ-ગેસ, મેટલ બેંક શેર્સમાં ધુમ ખરીદી access_time 4:08 pm IST

  • નહિ સુધરે પાકિસ્તાન હવે પાકિસ્તાન ખીજ ઉતારવા લાગ્યું રાજદ્વારીઓ ઉપરઃ પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદ્વારીઓને હેરાન કરવાનું શરૂ કર્યું: ભારતે તપાસની માંગ કરી access_time 11:25 am IST