Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી : નરેશભાઈ પટેલ

સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપને કોઈ પૂછવા આવશે

રાજકોટ :લોકસભા ચૂંટણીણ પડઘમ વાગી રહ્યાં છે ત્યારે રાજકોટમાં ખોડલધામનાં પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ રાજકારણમાં ટિકિટની ઓફર થશે તો સામજ સાથે વિચારણા કરીને  તેઓ ઇચ્છશે તો રાજનીતિમાં જોડાઇશ તેવું નિવેદન આપ્યું છે. ત્યારે બીજી બાજુ ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ ભાઈ પટેલે પણ એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'આપણામાંથી રાજકારણમાં કોઇ આવે તો જ આપણા સમાજનો કોઇ ભાવ પૂછ્શે.

    નરેશભાઈ  પટેલે ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારક્તદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રક્તતુલાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.


આ કાર્યક્રમમાં નરેશભાઈ  પટેલે કહ્યું હતું કે, 'રાજકારણ વગર સમાજની પ્રગતિ શકય નથી. રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે એટલે હું યુવા સમિતિને વિનંતી કરૂ છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે. જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપને કોઈ પૂછવા આવશે.'

(1:20 pm IST)