Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, કચ્છવાળાને સાંભળ્યા

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી પૂરી, આજથી 'ટકોરા' મારવાનું શરૂ

રાજકોટ, તા. ૧૯ :. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે જે તે મતક્ષેત્રના નિરીક્ષકો અને સ્થાનિક અપેક્ષિત અગ્રણીઓની હાજરીમાં સમીક્ષા થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની સ્વતંત્ર બેઠકો શરૂ થશે. જેમા એક એક નામ અથવા એકથી વધુ નામની પેનલ બનાવાશે. સવારમાં સૌ પ્રથમ રાજકોટ બેઠક અને ત્યાર બાદ કચ્છ બેઠકની સુનાવણી થયેલ બપોરે પોરબંદર અને જૂનાગઢ બેઠકનો ક્રમ હતો. જે તે નિરીક્ષકો સમક્ષ આવેલ નામો તેમજ ચૂંટણીમાં અસરકર્તા અન્ય પરિબળોની ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યની ૨૬ લોકસભા બેઠકો માટે પ્રદેશ કક્ષાએ પાર્લામેન્ટરી બોર્ડનું પ્રથમ ચરણ પુરૂ થઈ ગયુ છે. હવે જ્ઞાતિ, વ્યકિતગત ક્ષમતા, ભૂગોળ વગેરેના આધારે પ્રદેશ બોર્ડ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી કેન્દ્રીય નેતાગીરીને મોકલશે. આખરી પસંદગી અને જાહેરાત દિલ્હીથી જ થશે. ગુજરાતમાં ફોર્મ ભરવાની મુદત ૨૮ માર્ચથી ૪ એપ્રિલ સુધીની છે.

(11:36 am IST)