Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી પડધરીના ૫૫ વર્ષના પ્રોૈઢનું મોતઃ કુલ મૃત્યુઆંક ૮૮

ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી આજે સવારે જ સિવિલમાં ખસેડાયા અને દમ તોડ્યોઃ કુલ ૨૯ દર્દી દાખલ

રાજકોટ તા. ૧૯: સ્વાઇન ફલૂએ ભરડો લેવાનું યથાવત રાખ્યું છે. વધુ એક દર્દીનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.  પડધરી પંથકના ૫૫ વર્ષના પ્રોૈઢ કેટલાક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં અને તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલો હતો. આજે સવારે તબિયત વધુ બગડી ગઇ હતી અને તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. તે સાથે કુલ મૃત્યુઆંક ૮૮ થયો છે.  નોંધનીય છે કે તા. ૧-૧-૧૯ થી તા. ૧૮-૩-૧૯ સુધીમાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના કુલ ૩૫૭  દર્દી જાહેર થયા છે. આજના દિવસે ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ, ગોંડલ, પડધરી, અમરેલી, દ્વારકા, જુનાગઢ, મોરબી, પોરબંદર, સુરત, ગીર સોમનાથ, જામનગર સહિતના ગામ-શહેરોના દર્દીઓનો સમાવેશ થાય છે. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં આજે આઠ દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી ૭નો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો છે. છેલ્લા અઠવાડીયામાં અહિ દર્દીઓની સંખ્યા ઘટી છે.

(11:38 am IST)