Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

યુનિવર્સિટીમાં સ્પેસ વિષયક સેમીનાર

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાત્ર વિભાગ ખાતે રાષ્ટ્રીય કક્ષાના સ્પેસ અને અટમોસફેરીક ફિજીકસ - વિષય પર સેમિનાર નંુ આયોજન કરવામાં આવેલ. કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડીયા એ પ્રાસંગિક વકતવ્યમાં ફિજીકસ અને બાયોલોજી વિષયની જટિલતા અંગે વિદ્યાર્થીઓને સમજણ આપી વિજ્ઞાનવિદ્યા શાખાના ડિન ગિરીશ ભીમાણીએ સમાજને ઉપયોગી થાય અને પ્રદુષણ મુકત વાતારણનંુ નિર્માણ થાય તેવા સંશોધનકાર્યની જરૂરિયાત હોવાનંુ જણાવ્યુ હતંુ. સિન્ડિકેટ સદશ્ય ડો. મેહુલ રૂપાણીએ ભૌતિકશાશ્ત્ર અને અધ્યાત્મ વિજ્ઞાનને સરખાવતંુ સંુદર વકતવ્ય આપતંુ હતું. ભવનના અધ્યક્ષ પ્રો.હિરેન જોશીએ મહેમાનોનંુ સ્વાગત કર્યું. ભવનમાં કાર્યરત વિવિધ સંશોધન અંગે માહિતી આપી સેમિનારના કન્વીનર પ્રો.ફે. એચ.પી.જોશીએ સ્પેસ અને અટમોસફેરીક ફિજીકસ સેમીનારમાં સમાવેલ વિષયની જાણકારી આપી હતી. યુ.જી.સી. સેપ પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર પ્રોફે.મિહિર જોશીએ આભાર-દર્શન કરેલ. સેમિનારમાં રિચર્સ લેબોરેટરી, અમદાવાદના પ્રોફે.હરીશ ચંદ્રા, પ્રોફે.વત્સ, પ્રોફે.સોમકુમાર તથા ભારતીય ભૂચંુબકત્વ સંસ્થાન, મંુબઇના ડો.માલા બગીચા એ વકતવ્ય આપ્યા હતા. જેમાં સૂર્યની તેની ધરી ની ગતિ, સૂર્યની પૃથ્વીના વાતાવરણ પર અસરો અને ભૂકંપ થી વાતાવરણમાં થતા ફેરફાર જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. સેમિનારમાં સંલગ્ન કોલેજના અધ્યાપકો તથા ભવનના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્પેસ અને અટમોસફેરીક ફિજીકસ વિશે આધુનિક સંશોધન અંગે માહિતી મેળવી હતી.

(4:44 pm IST)