Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

એરપોર્ટ ફાટક પાસે ટ્રેનની ઠોકરે અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૧૯: એરપોર્ટ રોડ ફાટક પાસે ગત સાંજે અજાણ્યા આશરે ૪૫ થી ૫૦ વર્ષના પુરૂષનું ટ્રેન હેઠળ કપાઇ જતાં મોત નિપજ્યું છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પી.એસ. આઇ. ઓ. જે. ચિહલાએ બનાવ સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.  ટ્રેન નં. ૨૨૯૯૨ની ઠોકરે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક મુસ્લિમ હોય તેવું પોલીસનું પ્રાથમિક તારણ છે. ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:21 pm IST)