Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વિજય પ્‍લોટના મહેશભાઈ વસાણી પાસેથી ૬ લાખ ઉછીના લઈ રાજીવ દવેએ ધૂંબો માર્યો

અપંગ મહેશભાઈ વસાણીની એ-ડિવીઝન પોલીસમાં લેખીત રજૂઆત

રાજકોટ, તા. ૧૯ :. વિજય પ્‍લોટ મેઈન રોડ પર વિવેક એપાર્ટમેન્‍ટમાં રહેતા અપંગ પ્રૌઢ પાસે રાજીવ ભાસ્‍કરભાઈ દવે (ઉ.વ. ૪૩) (રહે. ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, જે.કે. હાઉસ) એ ઉછીના પૈસા લઈ પરત ન આપતા અપંગ પ્રૌઢે એ-ડિવીઝન પોલીસમાં લેખીત ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ વિજય પ્‍લોટ મેઈન રોડ, વિવેક એપાર્ટમેન્‍ટ, ફલેટ નં. ૪૦૧ માં રહેતા મહેશભાઈ ઈન્‍દુભાઈ વસાણી (ઉ.વ. ૫૧) એ ‘એ' ડિવીઝન પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્‍યુ છે કે, પોતે તેના માતા-પિતા સાથે રહે છે અને બન્ને પગે અપંગ છે. આઠ માસ પહેલા કટકે-કટકે ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં જે.કે. હાઉસમાં રહેતા રાજીવ ભાસ્‍કરભાઈ દવેએ હાથ ઉછીના છ લાખ લીધા હતા. પોતાને પૈસાની જરૂરીયાત ઉભી થતા મહેશ દવે પાસે પૈસા માંગતા તે ગલ્લાતલ્લા કરી પૈસા ન આપતા પોતે એ-ડિવીઝન પોલીસ મથકમાં લેખીત રજૂઆત કરતા હેડ કોન્‍સ. હારૂનભાઈ ચાનીયાએ તપાસ  આદરી છે.

(4:20 pm IST)