Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અધિક કલેકટર પ્રકાશ મોદી અકિલાની મુલાકાતે

રાજકોટઃ. ગુજરાતના અધિક કલેકટર કક્ષાના અધિકારી અને પંચાયતી રાજના પ્રખર વકતા શ્રી પ્રકાશ મોદી (જી.એ.એસ.) આજે અકિલા પરિવાર સાથેના વર્ષોના સબંધને અનુલક્ષીને અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલ. તેમણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથેની ચર્ચામાં પોતાની કારકીર્દિના સંભારણા વાગોળેલ. તેઓ કારકીર્દિના પ્રારંભે રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી હતા. છેલ્લે તત્‍કાલીન પંચાયત મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયાના અંગત મદદનિશ તરીકે ફરજ બજાવ્‍યા બાદ હાલ નવી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ છે.

(4:19 pm IST)