Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાજકોટમાં મેટલના વેપારીને ત્‍યાં વેટ દરોડા

શનીવારની તપાસમાં રાજકોટ-મોરબીમાંથી ૮ લાખની વસુલાત

રાજકોટ, તા., ૧૯: રાજકોટ વેટ તંત્રે આજે શહેરના એક મોટા ગજાના મેટલના વેપારીને ઝપટે લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોઇન્‍ટ કમીશ્નર શ્રી સકસેનાની સુચના બાદ મેટલના આ વેપારીને ત્‍યાં દરોડા પડાયા છે.

દરમિયાન શનિવારે રાજકોટમાં ઇલેકટ્રીક તથા મોરબીમાં સેનેટરી વેર્સમાં તપાસમાં ટેક્ષ ચોરી ઝડપાતા ૮ લાખ ૨૬ હજારની વસુલાત કરી લેવાઇ છે. જેમાં રાજકોટમાંથી પ લાખ ૭૭ હજાર અને મોરબીમાંથી ૧ લાખ ૯૭ હજારની વસુલાત કરી લેવાઇ હતી.

(4:17 pm IST)