Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમીનારઃ મનોજ ઈલાણી- વૈશાલી પારેખના વકતવ્ય

રાજકોટ,તા.૧૯: લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ તેમજ ટોપર્સ ગ્રુપ દ્વારા આજે જયારે નિટની પરિક્ષા ફરજિયાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓમાં આ પરીક્ષાનો ખૂબ વધારે ડર સતાવી રહ્યો છે અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ ડોકટર બનવાના સ્વપ્નથી દૂર રહે છે. ત્યારે આગામી તા.૨૪ શનિવાર, સાંજે ૪ થી ૬ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે નીટ વિશે ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવશે.

ટોપર્સ ગ્રુપ ટયુશનના માર્ગદર્શક મનોજ ઈલાણી કે જેઓ માર્ગદર્શન તેમજ વૈશાલી પારેખ જેઓ મોટીવેશનલ વકતવ્ય આપશે. આ પ્રસંગે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ ઉપસ્થિત રહેશે.

વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ નામ નોંધાવવા ટોપર્સ ગ્રુપ ટયુશન સાધુ વાસવાણી સ્કૂલ સામે, સાધુવાસવાણી રોડ, ૯૦૩૩૯ ૪૦૨૦૩, ૯૯૦૪૯ ૩૩૦૦૨ ઉપર સંપર્ક  કરવો. આયોજનમાં મનોજ ઈલાણી, લાયન ભાવેશ પાનસુરીયા, લાયન ચેતન વ્યાસ તેમજ લાયન જયેશ પટેલ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:10 pm IST)