Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાજકોટના ૮ નામાંકિત એન્જીનિયરોએ પોતાના અનુભવો શેર કર્યા

રાજકોટઃ ધી ઈન્સ્ટીટ્યુશન ઓફ એન્જીનીયર્સ (ઈન્ડીયા), સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટ દ્વારા પ્રથમ વખત રાજકોટની જુદી જુદી એન્જીનીયરીંગ કોલેજોમાં ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ નજીકના ભવિષ્યમા ઈજનેરી ડીગ્રી પ્રાપ્ત કરી ઈજનેર તરીકેની કારકીર્દી તરફ આગળ વધવાનુ છે જેમા તેમને પોતાનો વ્યવસાય કરવો છે અમુકને આગળ અભ્યાસ કરવો છે, નોકરી કરવી છે ટુંકમાં શું કરવુ છે તે બાબતે માર્ગદર્શન માટે ઉપયોગી થઈ શકે તેઓ ખાસ પ્રકારનો કાર્યક્રમ યુવાનોનુ ઘડતરએ વિષય પર કાર્યક્રમ યોજવામા આવેલ હતો.

આ કાર્યક્રમમા ૮ નામાંકિત ઈજનેરો કે જેઓ ઈજનેરીમા સ્નાતક થયા પછી એમની પાસે નાણાકીય કે અન્ય બેકગ્રાઉન્ડ ન હોવા છતા પોતાની રીતે શુન્યમાંથી સર્જન કરી પોતાનો વ્યવસાય કેવી રીતે શરુ કરેલ અને આજે પોતાની આવડતથી વ્યવસાયને ખુબજ આગળ વધારેલ છે અને પોતાપોતાના વ્યવસાયમા પોતાનુ નામ છે તેઓએ પોતપોતાના અનુભવો જેવા કે ધંધો શરુ કરવામાં કેવી મુશ્કેલી પડેલ અને તેનુ સોલ્યુશન કેવી રીતે મેળવેલ અને આજે ધંધાની સ્થિતિ શું છે અને ભવિષ્યનુ શું આયોજન છે વગેરે શેર કરેલ.

 આ કાર્યક્રમમા એન્જીનિયરો સર્વેશ્રી જતિન કટાલ્રિયા, એમ.ડી. (વી- ગ્રુપ વોલકેનો ઓફ ગ્લોકલ સોલ્યુશન.), રીપલ પટેલ, એમ.ડી, (એવરેસ્ટ ફર્ટીલાઈજર્સ પ્રા.લીમીટેડ), વિશાલ હોલાણી, ડાયરેકટ,  (હોલાણી બેરિંગ્સ પ્રા.લીમીટેડ), ડેનીશ પટેલ, (વાઈસ- પ્રેસિડેન્સ, આર.કે. યુનિવર્સિટી), રમેશ વોરા (સી.એમ.ડી.રોબીન પ્રીસિશન ટુલ્સ પ્રા.લીમીટેડ), ગ્રીનીજ હરીયા (સી.એમ.ડી. ઈમપીટશ ટર્નોમેટિક), દીનેશ ખંભાયતા, (ડાયરેકટર, ગુજરાત લેથ (શાપર) અને જયંત જામુઆર, પ્રો.માસ ઈન્ટર્નેશનલ ઉપસ્થિત રહયા હતા. એન્જી. દિપક વી.સચદેએ પ્રાસંગીક પ્રવચન કરેલ.

(4:09 pm IST)