Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

લોન લઇને હપ્તા નહિ ભરવા અંગે દેણદાર મેહુલ ડોડીયાને સિવિલ જેલમાં મોકલી અપાશે

ફાયનાન્સ કંપનીની લેણી રકમ અન્યયે કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ, તા.૧૯  :  હુકમનામા મુજબની ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાું. લી. એ હુકમનામાના દેણદાર મેહુલભાઇ માવજીભાઇ ડોડીયા રહે. મોટા રાજપુતવાસ,જાગનાથ મંદિરની બાજુમાં, પડધરી વાળાને વાહન લેવા માટે લોન આપેલ. આ કામના સામાવાળાએ સદરહું લોનના હપ્તા ન ભરતા આ કામ અરજદાર કંપની આરબીટ્રેશન એવોર્ડ પાસ કરાવેલ. જે મુજબ આ કામ સામાવાળા પાસે અરજદાર કંપનીના દરખાસ્ત દાખલ કર્યાની તારીખ કુલ રૂ.૩,૪૯,૫૫૪/- પુરેપુરી વસુલાત ન થાય ત્યાં સુધી વ્યાજ સહિતની લેણી રકમ વસુલાત માટે આ કામના અરજદાર કંપનીએ રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં દિવાની દરખાસ્ત દાખલ કરેલ હતી.

છતાં અરજદાર કંપનીના હુકમનામા મુજબની લેણી રકમૅ દેણદાર ભરવાની દરકાર કરેલ નહી. રકમ ન ભરતા હુકમનામા દેણદાર ભાગી જાય તેવી પુરતી શકયતા હોય,  અને જો તેમ થાયતો અરજદારની કાયદેસરની લેણી રકમ ડુબી જાય, તેવી શકયતા હોય, અરજદારે હુકમનામા દેણદાર સીવીલ જેલમાં બેસાડવા સંબંધેની અરજી આપતા, કોર્ટે ત સંબંધે દેણદારને તેઓને જેલમાં શા માટે ન બેસાડવા તે સંબંધે  શો કોઝ નોટીસ પણ ઈશ્યુ કરેલ. આ નોટીસ પણ દેણદારને બજી ગયેલ. તેમ  છતા કોર્ટની નોટીસનીં  અવગણના કરી દેણદાર કોર્ટમાં હાજર થયેલ નહી કે કોર્ટ સમક્ષ કોઇ રજુઆત પણ કરેલ નહી. તેથી રાજકોટના એડી. ડિસ્ટ્રીકર એન્ડ સેશન્સ જજ શ્રી પી.પી.પુરોહીતે  દેણદારને અરજદારની  લેણી રકમ વસુલાત ન આપેલ હોય તેઓને સીવીલ જેલમાં બેસાડવાનો હુકમ કરેલ. જે અન્વયે હુકમનામા દેણદાર મેહુલભાઇ માવજીભાઇ ડોડીયા રહે. મોટા રાજપુતવાસ, જાગનાથ મંદિરની બાજુમાં, પડધરી વાળા ને અટકાયત કરી તા. ૧૭/૩/૧૮ ના રોજ રાજકોટની સીવીલ જેલમાં પુરવામાં આવેલ  છે. અને કંપનીઓમાંથી લોન લઇને હપ્તા ન ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલા રૂપ હુકમ કરી તથા તેની અમલવારી કરાવી નોધવા લાયક દાખલો બેસાડી કોર્ટની ગરીમાને વધુ ઉંચાઇએ  લઇ ગયેલ છે.

અરજદાર કંપની વતી રાજેશ કે. પારેખ તથા કાજલ બી. ધોકીયા એડવોકેટ રોકાયેલ છે.(

(3:59 pm IST)