Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોટા મવાના મયુર શીંગાળા હત્યા કેસમાં આરોપીની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ, તા.૧૯: સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર મોટા મવાના સરપંચ  અને રાજકીય અગ્રણી મયુર શીંગાળા હત્યા કેસમાં સંડોવાયેલ ઉતમ ગાંડુભાઇ વકાતરે ૩૦ દિવસના વચગાળાના જામીન પર મુકત થવા તેઓના કાકાની બિમારી સબબ માનવતાના ધોરણે સારવાર અર્થે વચગાળાની જામીન અરજીની કરેલ માંગણી રાજકોટના મહે.એ.ડી સેસન્શ જજ બી.પી પુજારાએ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકિકત જોઇએ તો મોટા મવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીંગાળાનંુ તેનાજ ગામના આરોપીઓ (૧) ગાંડુ ભુરાભાઇ (ર) મહેશ ગાંડુભાઇ (૩) ઉત્તમ ગાંડુભાઇ (૪) વજુબેન ધળફ ગાંડુભાઇ (પ) હંસા ઉર્ફે હેમા મળફ ગાંડુભાઇ (૬) લતા ઉર્ફે ટીની મળફ ગાંડુભાઇ (૭) વિનુ ઉર્ફે દેવજીભાઇ પંુજાભાઇ (૮) જયેશ વિનુભાઇનાઓએ પુર્વયોજીત કાવતરુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનંુ ખુન કરી હત્યા કરી હતી.

ઉપરોકત કેસના આરોપી ઉતમ ગાંડુ ભરવાડે અગાઉની જેમ જ તેઓના કાકાની બીમારી સબબ વચગાળાની માનવતાના ધોરણે અરજી અગાઉ પણ જામીન પર મુકત થવા અરજી કરેલ, જે અરજી પણ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવેલ હોય, સદર કેસ  આખરી તબકકામાં હોય, અરજદારના બહેન તથા ભાઇ બહાર હોય, અરજદારની કોઇ આવશ્યકતા ન હોય, જે તમામ સંજોગો ધ્યાને લઇ જામીન અરજી રદ કરવા રજુઆતો કરેલ.

ઉપરોકત તમામ રજુઆતો, રેકર્ડ પરની હકીકતો ધ્યાને લેતા તેમજ અરજીમાં જણાવેલ રજુઆતો અને કારણો ધ્યાને લેતા આરોપી મુકત નાગરીકની જેમ મેડીકલ સારવારની માંગણી કરી શકે નહી, મારા મંતવ્ય પ્રમાણે અરજદાર રેગ્યુલર કે ટેમ્પરરી જામીન મેડીકલના ગ્રાઉન્ડસર માંગણી કરેલ મંજુર કરવુ ન્યાયોચિત જણાતુ ન હોય, તેમ માની આરોપી ઉતમ ગાંડુની વચગાળાની માનવતાની જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠંુમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા સ્પે.પી.પી. તરીકે નિરંજન એસ. દફતરી તથા મદદમાં ભાવીન દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(3:58 pm IST)