Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

બુધવારે ઓશો સંબોધિ દિવસ...સાધકો માટે દિલમાં 'દિવ્યતા'નો દિવો પ્રગટાવવાનો અવસર

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાન શિબિર, સન્યાસ ઉત્સવ ઉજવવા તૈયારી : માં પ્રેમ અનુરાધા, સ્વામિ પ્રેમ મૂર્તિ (સ્વીત્ઝરલેન્ડ), સ્વામિ સત્ય પ્રકાશ પાથરશે : 'પૂણ્ય'નો પ્રકાશઃ સુરેશભાઇ રાઠોડને પુષ્પાંજલિ સાથે પાઠવાશે હ્રદયાંજલિ

રાજકોટ,તા.૧૯: અહીયા વૈદવાડીમાં  સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાધકો, સન્યાસીઓને 'મનોઆનંદ' પ્રાપ્ત કરાવવાના ઉમદા આશય સાથે વિવિધ તહેવારો, ઉત્સવો ઉજવવામાં આવી રહયા છે, ત્યારે બુધવારે  વધુ એક વખત અનુયાયીઓ માટે ઓશો સંબોધિ દિવસની ઉજવણી દિલમાં 'દિવ્યતા'નો દિવો પ્રગટાવવાની છે.

ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન-ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૨ વર્ષથી ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા અવિરતપણે અવારનવાર ઉજવવામાં આવે છે... ત્યારે ફરી તા. ૨૧મીએ બુધવારે ઓશો સંબૌધી દિવસ નિમિતે એક દિવસની ઓશો ધ્યાન શિબિરનું આયોજન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર દ્વારા કરવામાં આવ્યુ છે. જેનુ સંચાલનમાં પ્રેમ અનુરાધા, સ્વામિ પ્રેમ મૂર્તિ તથા સ્વામિ સત્ય પ્રકાશ કરવાના છે. જેમાં નિર્વાણ પામેલા સુરેશભાઈ ગીરધરલાલ રાઠોડને હૃદયાંજલી પણ અર્પણ કરવામાં આવશે. સુરેશભાઈ ઓશો સન્યાસી સ્વામિ ધ્યાન સંજીવના પિતાશ્રી થાય.

શિબિરની રૂપરેખા

સવારે ૬ થી ૭ ઓશો સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૨ વર્ષોથી દરરોજ નિયમીત સવારે ૬ થી ૭ ઓશો ધ્યાન મંદિરે કરવામાં આવે છે), સવારે ૭-૧૫ થી ૮ બ્રેક ફાસ્ટ, સવારે ૮-૩૦ થી બપોરે ૧ દરમિયાન ગુરૂવંદના, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો તથા બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ...એવી જ રીતે બપોરે ૩ થી ૮-૩૦ દરમિયાન પ્રશ્નોતરી, વિડીયો દર્શન, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો તથા ઓશો સંબોધિ પરનું વિશેષ વ્યાખ્યાન મિસ્ત્રી નિતીનભાઇ ચાંગેદ્રા (સ્વામિ દેવ રાહુલ) દ્વારા અપાશે.સાથે સાથે નિર્વાણ પામેલા સુરેશભાઇ ગીરધરભાઇ રાઠોડને પુષ્પ સાથે હ્રદયાંજલિ બાદ સન્યાસ ઉત્સવ, સંબોધિ ઉત્સવ, સંધ્યા સત્સંગ અને રાત્રે શિબિર બાદ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજનાર છે.

વર્તમાન સમયની ભાગદોડભરી જીવનશૈલી વચ્ચે સૌ કોઇ લોકોને અમુક પળ આરામની પ્રાપ્ત કરવી જ હોય છે, ત્યારે ખરેખર જીવનના તમામ દુઃખોને ભુલી ધ્યાનમગ્ન થઇ દિવ્યતાના માર્ગે ગતિ કરાવનારી ઓશો ધ્યાન શિબિરમાં સહભાગીતા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ૪ વૈદવાડી, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ગોંડલ રોડ ખાતે રૂબરૂ આવવું અથવા સ્વામિ સત્ય પ્રકાશ (૯૪૨૭૨ ૫૪૨૭૬), જયેશભાઇ કોટક (૯૪૨૬૯ ૯૬૮૪૩) કે મોરબીના  અશોકભાઇ રાવલ (૮૪૬૯૭ ૬૦૯૪૭)ના નંબરો ઉપર એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.(૨-૧૯)

ઙ્ગઓશોના અનુયાયીઓને આવકાર...ઓશો વિચારોના રંગે રંગાઇને સન્યાસી બનવા ઇચ્છુકો માટે દ્વાર ખુલ્લા છે, તો જોડાવા માંગતી વ્યકિતઓએ પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે લાવવા અનુરોધ કરાયો છે.

(3:56 pm IST)