Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પુનીતનગર પાસે ટ્રકે બાઇકને ઉલાળતા નીલેષ પીપળીયાનું મોત

 

રાજકોટ તા.૧૯: પુનીતનગરમાં સર્વોદય સ્કુલ પાસે ટ્રકે બાઇકને ઉલાળતા યુવાનનું મોત નિપજ્યુ હતુ. મળતી વિગત મુજબ કોઠારિયા રોડ સુમંગલ પાર્ક શેરી નં.૪માં રહેતો નીલેશ અનાભાઇ પીપળીયા (ઉ.વ.૨૭) ગઇકાલે પોતાનું બાઇક લઇને કારખાનેથી ઘરે જતા હતા. ત્યારે ૮૦ ફુટ રોડ પર પુનીતનગર સર્વોદય સ્કુલ પાસે ટ્રકના ચાલકે બાઇકને ઠોકરમારતા નીલેશને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક નિલેશ અપરણીત હતો. તે કારખાનામાં કામ કરતો હતો. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.ટી.રબારીએ તપાસ આદરી છે.

(3:56 pm IST)