Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

વીન્ડો બે ભાગીદારી પેઢીના ભાગીદારો વિરૂધ્ધ કોર્ટમાં છેતરપીંડીની ફરિયાદ

રાજકોટ તા.૧૯: રાજકોટના રહીશ અને ગોંડલ રોડ ખાતે આર.એન્ડ બી.ગ્લાસના નામથી કાચનો ધંધો કરતી પેઢીના જવાબદાર અધીકારી યોગેશ ભગવાનજીભાઇ શીંગડીયા એ કોઠારીયા સોલવંટ પાસે આવેલ 'ધી વીન્ડો બે'નામની ભાગીદારી પેઢીના ભાગીદારો સેહુલભાઇ પટેલ, કીશોરભાઇ પટેલ, નરેન્દ્રભાઇ પટેલ, વીગેરે વિરૂધ્ધ રૂપીયા ૪૦૫૭૭૧ ઓળવી ગયા અંગે આઇ.પી.સી.ની કલમ ૪૦૬,૪૨૦,૧૨૦ (બી),૫૦૪,૫૦૬ (૨) મુજબની ફરીયાદ કોર્ટમા દાખલ કરતા એડી.ચીફ. જયુડી મેજી. જે.ડી.સોલંકીએ પોલીસને ફરીયાદ અનુસંધાને તપાસ રીપોર્ટ કોર્ટમા સોપવા હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીતક એવી છે કે રાજકોટના ગોંડલ રોડ ખાતે આર.એન્ડ બી.ગ્લાસના નામથી કાચનો ધંધો કરતી ભાગીદારી પેઢીએ કોઠારીયા સોલવંટ ખાતે આવેલ વીન્ડો બે નામની પેઢીને વ્યાપારીક સંબંધો હોવાને કારણે ઉધારમા માલ સપ્લાય કરેલ હતો પરંતુ ફરીયાદી પેઢીના બાકી લેણી નીકળતી રકમ રૂપીયા ૪૦૫૭૭૧ છેલ્લા ઘણા સમયથી આરોપી પેઢી ના ભાગીદારો ચુકવતા  નહતા અને આરોપી પેઢીના ભાગીદારોએ નાણા ચુકવવાને બદલે ફરીયાદી પેઢીના ભાગીદારને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપવાનુ શરૂ કરેલ જેથી આર.એન્ડ બી ગ્લાસના ભાગીદાર એ ગત તા.૧૯-૧૧-૨૦૧૭ના રોજ 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમા લેખીત ફરીયાદ આપેલ પરંતુ પોલીસ દ્વારા કોઇજ કાર્યવાહી કરવામા નઆવતા આર.એન્ડ બી ગ્લાસના જવાબદાર અધીકારી યોગેશભાઇ શીંગડીયાએ કોર્ટમા વીન્ડો બે નામથી ભાગીદારી  પેઢી ચલાવતા જવાબાદર વ્યકિતઓ જેમ સેહુલભાઇ પટેલ, કીશોરભાઇ પટેલ, નરેન્દ્રભાઇ પટેલ, વીગેરે વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ કોર્ટમાં ૪૦૬,૪૨૦,૧૨૦ (બી), ૫૦૪,૫૦૬ (૨)ફરીયાદ નોંધાવેલ છે જે અનુસંધાને કોર્ટે પોલીસને તપાસ રીપોર્ટ રજુ રાખવા હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયેલ છે.

(3:56 pm IST)