Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

'આગાઝ'ની ઐતિહાસિક સફળતાઃ નવા કલાયુગનો પ્રારંભ

રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા આયોજીત કલા પ્રદર્શન

રાજકોટ, તા. ૧૯ :. શહેરમાં કલા પ્રવૃતિને વેગ મળે અને સમકાલિન કલા પ્રમાણેથી આમ જનતા પરિચિત થાય તે હેતુએ તાજેતરમાં જ સ્થપાયેલ રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા શહેરના ચુનંદા કલાકારોની કૃતિઓનું એક પ્રદર્શન 'આગાઝ' શિર્ષક હેઠળ રેસકોર્ષ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ગત તા. ૧૩થી ૧૬ દરમ્યાન યોજવામાં આવેલું હતું. આ પ્રદર્શનમાં પરંપરાગત શૈલીથી માંડીને આધુનિક શૈલીમાં સિદ્ધહસ્ત કલાકારોની વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ હતી. રાજકોટની કલાપ્રિય જનતાએ પ્રદર્શનને ઉત્સાહભેર આવકાર આપી બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો. તા. ૧૨ માર્ચના રોજ યોજવામાં આવેલ ખાસ આમંત્રિતો માટેના પ્રિવ્યુ શોમાં શહેરના નામાંકિત પ્રતિષ્ઠીત સ્થપતિઓ, ઈન્ટીરીયર ડીઝાઈનર્સ, બિલ્ડર્સ, બિઝનેશમેન, ડોકટર્સ, અધિકારીઓ વગેરેએ હાજર રહી રાજકોટ આર્ટ સોસાયટીના પ્રથમ પ્રદર્શનને સુંદર પ્રતિસાદ આપેલ હતો. પ્રદર્શનની મુલાકાતે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી વિક્રાન્ત પાંડે, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધી પાની, પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોત, મેયરશ્રી જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયરશ્રી દર્શિતાબેન શાહ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ ધ્રુવ, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, શહેરના અગ્રણી સ્થપિત કિરીટભાઈ કામદાર, અશ્વિનભાઈ સંઘવી, જવાહરભાઈ મોરી, કિશોરભાઈ ત્રિવેદી, પાર્થ શાહ તથા અગ્રગણ્ય બિઝનેશમેન નિલેશ સોની, હરીશ સોની (પ્રેમજી વાલજી જ્વેલર્સ), ઈન્ટીરીયર ડિઝાઈનર આનંદ શાહ તેમજ આઈ.આઈ.ટી. સૌરાષ્ટ્ર ચેપ્ટરના કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. ગુજરાતના જાણીતા ચિત્રકારો અમદાવાદથી વૃંદાવન સોલંકી, અપૂર્વ દેસાઈ, કૈલાસ દેસાઈ તેમજ વડોદરાથી વિનોદ શાહે પણ આ પ્રદર્શનમાં હાજરી આપી હતી.સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા માટે રાજકોટ આર્ટ સોસાયટીના તમામ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. જેમાં ફળ સ્વરૂપ સૌ પ્રથમવાર મોટી સંખ્યામાં કલાકૃતિઓ લોકોના ઘર સુધી પહોંચે તેવા પ્રયાસો સફળ રહ્યા હતાં. રાજકોટ આર્ટ સોસાયટી તરફથી હાજર રહેલ તમામ મહાનુભાવો શહેરની કલાપ્રિય જનતા, ઈલેકટ્રોનિકસ મિડીયા તથા અધિકારીઓનો આભાર વ્યકત કર્યાનું સંસ્થાના શ્રી ઉમેશ કયાડા (રાજકોટ આર્ટ સોસાયટી મો. ૮૮૬૬૦ ૦૫૫૦૨)એ જણાવ્યું છે.

(2:41 pm IST)