Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શાપર-વેરાવળમાં જુગાર રમતા ચાર શખ્‍સો પકડાયા

ભુપત સોલંકી, મુકેશ લાઠીયા, પૂંજા ખાવડા, અને સુરેશ મકવાણાની ધરપકડ

રાજકોટ તા.૧૯: શાપર-વેરાવળમાં પચાસવારીયામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા  છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના એએસઆઇ એન.બી.રાઠોડ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે વેરાવળમાં ૫૦ વારીયા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા સર્વોદય સોસાયટીમાં રહેતા ભુપત લાખાભાઇ સોલંકી, મુકેશ મનજીભાઇ લાઠીયા, પૂંજા અમરાભાઇ ખાવડ અને સુરેશ બચુભાઇ મકવાણાને પકડી લઇ રૂા.૫૧૫૫ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(2:04 pm IST)