Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

GPSC પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવતા નિશાબા જીતુભા ચુડાસમા

નિવૃત આરએફઓ આઈ.બી. જાડેજાના ભાણીબા બનશે ડેપ્‍યુટી કલેકટર

રાજકોટ, તા. ૧૯ :. ભડીયાદના વતની રાજપૂત સમાજના આશાસ્‍પદ દિકરી નિશાબા જીતુભા ચુડાસમા તાજેતરમાં ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા લેવાયેલ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઉતિર્ણ થઈને ડેપ્‍યુટી કલેકટર તરીકે પસંદગી પામ્‍યા છે. નિવૃત ફોરેક્‍ટ અધિકારી ઈન્‍દ્રજીતસિંહ બળવંતસિંહ જાડેજા (આઈ.બી.)ના ભાણીબા નિશાબાએ માતા શ્રી કનકબા તથા પિતાશ્રી જીતુભાનું નામ રોશન કરતા મોસાળ પક્ષ દ્વારા નિશાબાને અદકેરા અભિનંદન પાઠવ્‍યા હતા.

નિશાબાને નાનીમાં નવલબા બળવંતસિંહ જાડેજા, મામીશ્રી હંસાબા ઈન્‍દ્રજીતસિંહ જાડેજા, બહેનશ્રી હેતલબા રઘુવીરસિંહજી સોઢા (ઈન્‍દોર-એમ.એ.બી.એડ.) બહેનશ્રી પૂર્ણીબા પ્રતિપાલસિંહ વાઘેલા (એમ.ઈ. મેલબોર્ન) તથા ભાઈ શ્રી શકિતરાજસિંહ ઈન્‍દ્રજીતસિંહ જાડેજા (પૂના એમ.ફીલ)એ અંતરની શુભેચ્‍છા પાઠવી છે. રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર નિશાબાના મામાશ્રી આઈ.બી. જાડેજા (મો. ૯૮૭૯૬ ૯૫૧૮૫)ને પણ સમાજના આગેવાનોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(10:17 am IST)