Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોદી સરકારે રાજકોટને અપાર સુવિધા આપીઃ મોહનભાઇ કુંડારિયા

રાજકોટે ભાજપ પર ભરોસો મૂકયો છે અને મૂકતું રહેશેઃ ભંડેરી-ભારદ્વાજ-મિરાણી ભાજપ શાસને મહિલાઓને પારાવાર સુવિધા આપીઃ અંજલીબેન રૂપાણી-બીનાબેન આચાર્ય

રાજકોટ, તા. ૧૯ : રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.કે રાજકોટના તમામ વોર્ડના મતદારોને હું નમ્ર અનુરોધ કરું છું કે તમારા વોર્ડમાં ચૂંટણીમાં ઊભેલા ભારતીય જનતા પાર્ટીના ભાઇઓ-બહેનોને મત આપીને વિજેતા બનાવજો અને રાજકોટના અવિરત વિકાસમાં તમારું યોગદાન આપજો.

સંસદસભ્ય શ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં ૪૨ વર્ષ ભાજપે રાજ કર્યું એના ફળ આપણે સૌને મળે છે. આપણે આ શહેરનો વિકાસ જોયો છે. અગાઉ એવું થતું કે રાજકોટ શહેરની વાત હોય ત્યાં સુધી તો નિર્ણય ઝડપથી થતો, રાજયમાં ભાજપની સરકાર હતી એટલે રાજય સુધી પણ વાંધો ન આવતો પરંતુ કેન્દ્રમાં કોઇ પ્રશ્ન જાય એટલે વાત અટકી જતી. ફાટક પહોળું કરવાનો પ્રશ્ન હોય કે એરપોર્ટને લગતી કોઇ સુવિધા કે પછી રેલવેની વાત હોય કેન્દ્રની કોંગ્રેસની સરકારે રાજકોટ અને ગુજરાતને અન્યાય જ કર્યો પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની ત્યારથી એક એક પડતર પ્રશ્નો જલદી ઉકેલાતા આવ્યા છે.

રાજકોટના આંગણે રાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા ટૂંક સમયમાં આવી રહી છે તેવું કહીને મોહનભાઇએ કહ્યું કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ-એઇમ્સ હોસ્પિટલ માટે ગુજરાતના અનેક શહેરોના નામ હતા. પરંતુ અમે નરેન્દ્રભાઇને ભાર પુર્વક રજૂઆત કરી. નરેન્દ્રભાઇ પણ સૌરાષ્ટ્રની તબીબી સેવાઓ વિશે સ્વાભાવિક રીતે બધું જાણતાં જ હોય. એમણે પણ કહ્યું કે રાજકોટને એઇમ્સ મળશે તો સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય સેવાઓ મળશે. નરેન્દ્રભાઇ મોદી અને ભાજપની કેન્દ્ર સરકારને લીધે રાજકોટને એઇમ્સ મળી છે.

મોહનભાઇએ કહ્યું કે થોડા મહિનાઓ પછી રાજકોટ-ચોટીલાની વચ્ચે હીરાસર પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનશે. સૌરાષ્ટ્ર-ગુજરાતની એક નવી ઓળખ એને લીધે ઊભી થશે. આ એરપોર્ટ માટે પણ મેં રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન કર્યું હતું. અને માનનીય વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી હતી.  સુરેન્દ્રનગર અને રાજકોટની વચ્ચેની રેલવે લાઇન ડબલ ટ્રેક કરવાનું કામ પણ શરુ કરાયું છે. રાજકોટ અને દિલ્હી વચ્ચે વિમાની સેવા શરુ કરાવવા માટે મારી પાસે સતત રજૂઆત આવતી હતી. પહેલીવાર ૨૦૧૪માં હું સાંસદ થયો ત્યારથી લોકોની આ લાગણી હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા પછી તરત રાજકોટ દિલ્હીની ફ્લાઇટ શરુ થઇ છે.

રાજકોટ-જૂનાગઢ હાઇ વે પર ગોંડલ રોડ ચોકડીની ટ્રાફીક સમસ્યાનું નિવારણ કરવા માટે ગોંડલરોડ ચોકડી ખાતે ફ્લાયઓવર બનાવવાનું કામ નેશનલ હાઇ-વે ઓથોરીટીમાં રજૂઆત કરીને શરુ કરાવાયું છે.તો રાજકોટ અને જેતપુર વચ્ચેના હાઇ-વે પર સિકસલેનનું કામ પણ મેં મંજુર કરાવ્યું છે. રાજકોટમાં જયારે હવે મતદાનનો દિવસ નજીક છે ત્યારે મારે આ કહેવાનું કારણ એ કે કેન્દ્રમાં પણ ભાજપ છે, રાજયમાં પણ એ જ છે. જો અહીં પણ તમે ભાજપને મત આપશો તો મોસાળ જમણ અને મા પીરસનારી એવું થશે. માટે ૨૧મી ફેબ્રુઆરીએ સૌ કોઇ મતદાન કરજો  અને તમારા વોર્ડના ભાજપના બે પુરુષ ઉમેદવાર અને બે મહિલા ઉમેદવારને એમ ભાજપના ચારેચાર ઉમેદવારને મત આપીને વિજેતા બનાવજો અવું મોહનભાઇએ જણાવ્યું હતું.

રાજકોટના પૂર્વ મેયર, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપના અગ્રણી અને સ્ટેન્ડીંગ કમિટીની પુર્વ અધ્યક્ષ નિતિનભાઇ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું કે વિકાસ અને રાજકોટ બન્ને એકમેકનો પર્યાય છે. તો રાજકોટ અને ભાજપ પણ એકબીજા સાથે વર્ષોથી જોડાયેલાં છે. અને એનું કારણ છે રાજકોટને વર્ષોથી ભાજપે સુવિધા અને વિકાસ બન્ને આપ્યાં છે.

શહેરના પુર્વ મેયર ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટની ૧૯ લાખની પ્રજા ભારતીય જનતા પાર્ટી માટે મોટો પરિવાર છે. અમે સત્ત્।ાના માધ્યમથી આ પરિવારની સેવા કરીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અહીંથી ચૂંટણી લડ્યા હતા, મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણીનું ચાલીસ વર્ષનું બેદાગ જાહેરજીવન રાજકોટમાં વીત્યું છે ત્યારે રાજકોટના લોકોને એ ખબર જ છે કે આ ભાજપે કેટલું કેટલું લોકો માટે કર્યું છે.

ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ તથા કમલેશભાઇ મીરાણીએ કહ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષની જ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ ત્રીસ જેટલી નવી સ્કુલો શહેરમાં બનાવી છે. પાંચ અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કર્યું છે. જેને અત્યંત ઉલ્લેખનીય સિદ્ઘિ કહી શકાય આવાસ યોજનાની છે. કેન્દ્ર સરકારના લાઇટ હાઉસ પ્રોજેકટમાં આખા દેશમાં છ જ શહેર પસંદ થયાં છે એમાં રાજકોટ એક છે. રાજકોટમાં શહેરી ગરીબોને આવાસ મળી રહે એ માટે સતત સદ્યન અને સફળ પ્રયાસ થયા છે જેના ભાગ રુપે છેલ્લા છ વર્ષમાં સાડા બાર હજાર આવાસ બન્યા અને લોકોને સોંપાઇ ગયા છે. અત્યારે દસ હજાર આવાસનું કામ ચાલુ છે. ૨૦૨૨ સુધીમાં પચ્ચીસ હજાર આવાસ બની જશે. દેશમાં કોઇ દ્યર વિહોણું ન રહે એવું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં ભાજપ શાસિત મહાનગરપાલિકા જઇ રહી છે.

ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ અને કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું કે આમ તો રાજકોટમાં હવે સરકારી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે અને બે વર્ષમાં તો ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સ હોસ્પિટલ અહીં કાર્યરત થવાની છે. પરંતુ સામાન્ય બીમારી, રસીકરણ વિવિધ ટેસ્ટ કે દવા માટે લોકોને પોતાના વોર્ડમાં નિદાન અને સારવારની સુવિધા મળી રહે એ માટે શહેરના અલગ અલગ વોર્ડમાં આરોગ્યકેન્દ્રો કાર્યરત છે જયાં વિવિધ લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. દવા પણ અપાય છે અને સરકારી માર્ગદર્શિકા અનુસાર રસીકરણ પણ થાય છે. રાજકોટમાં ૩૫૦ આંગણવાડીઓ છે જેમાંથી પોણા ત્રણસો તો કોર્પોરેશનના પોતાના મકાનોમાં છે. ૨૦૦થી વધારે બગીચા અનેક પરિવારો, બાળકો,વૃધ્ધોને બેસવા માટેના સ્થળ છે. લોકો ત્યાં ચાલવા જાય છે અને નરેન્દ્રભાઇના ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરે છે.

રાજકોટની આ વિકાસયાત્રા વણથંભી છે. આજનું રાજકોટ, છેલ્લા પાંચ વર્ષનું રાજકોટ અગાઉના ચાલીસ વર્ષના રાજકોટની સરખામણીમાં તદ્દન નોખું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આ શહેરને એક ગરિમા આપી છે એવું કહી શકાય. તેઓ રાજકોટના મેયર અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન હતા ત્યારે પણ શહેરના વિકાસમાં એટલો જ ઊંડો રસ લેતા હતા. રાજકોટના પ્રથમ મેયર સ્વ. અરવિંદભાઇ મણીઆરનું સુત્ર હતું, જયાં માનવી ત્યાં સુવિધા. વિજયભાઇ રુપાણીએ તેને આજે પણ સાર્થક કર્યું છે. રાજકોટના મેયર વજુભાઇ વાળાને પાણીવાળા મેયરનું બિરુદ અપાયું હતું. વિજયભાઇની સરકાર સૌની યોજના જેવા પ્રકલ્પો થકી પાણીદાર સરકાર સાબિત થઇ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ૧૯૭૩માં થઇ ૨૦૨૦ના નવેમ્બર માસમાં એને ૪૭ વર્ષ પૂર્ણ થયાં એમાંથી કોંગ્રેસનું શાસન ૫ વર્ષ અને સાડાત્રણ માસ રહ્યું છે. બાકીના ૪૨ વર્ષ અહીં ભાજપે રાજ કર્યું છે. રાજકોટના લોકોએ ભાજપને એમ ને એમ તો કંઇ મત નહીં આપ્યા હોય એ સમજી શકાય એવી વાત છે.

રાજકોટની પ્રજા તરત સમજી ગઇ કે આપણા શહેરના વિકાસ માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ નથી. ફરી ૨૦૦૫માં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્ત્।ા પર આવ્યો.પછી તો અમીન રોડ પર અદ્યતન લાયબ્રેરી, નવો ૧૫૦ રીંગરોડનો વિકાસ, પૂર્વઝોનની ઓફિસ, ન્યારીડેમ પાસે દ્યનીષ્ટ વૃક્ષારોપણ, રૈયા પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ થયા. મવડી વિસ્તારમાં સ્મશાનગૃહ શરુ કરાયું તો રેસકોર્સ ખાતે નવું ઓપન એર થિયેટર બન્યું અને એને નામ અપાયું સ્વ.રમેશ પારેખ ઓપન એર થીયેટર,

ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ અને કમલેશ મીરાણીએ જણાવ્યું કે એ અરસામાં શહેરમાં સિટિબસ સેવા શરુ થઇ.મોરબી રોડ પર સેન્ટ્રલ લાઇટીગં કરાયું. પ્રદ્યુમ્નપાર્ક ખાતે અદ્યતન પ્રાણી સંગ્રહાલય પણ બન્યું. જયાં આજે પણ હજારો સહેલાણીઓ જાય છે. મહાત્મા ગાંધી મ્યુઝીયમ જેવી અત્યંત મહત્વની યોજના પણ સાકાર થઇ. ગાંધીજીના જન્મની ૧૫૦ જયંતી નિમિત્ત્।ે સમગ્ર વિશ્વમાં આવડું મોટું કામ કયાંય થયું નથી. ૨૦૧૯જ્રાક્નત્ન એ મ્યુઝીયમનું લોકાર્પણ થયું.

આ વિકાસ યાત્રા અવિરત છે. ધનસુખભાઇ, નિતિનભાઇ અને કમલેશભાઇએ કહ્યું કે ૨૦૨૧થી ૨૦૨૬ના પાંચ વર્ષના અમારા સંકલ્પ પણ આવા જ છે, રાજકોટને વિકાસના પથ પરથી હવે અમે રાજકોટના રનવે પર લઇ જવા માંગીએ છીએ. અમને વિશ્વાસ છે કે  તા. ૨૧મીએ રાજકોટન તમામ વોર્ડના નાગરિકો ભાજપની પેનલને મત આપીને પ્રચંડ લીડથી વિજેતા બનાવશે.

રાજકોટ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય સહિત ભાજપ મહિલા મોરચાની તમામ માતાઓ, બહેનો, દીકરીઓએ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદારોને ભાજપનાં તમામ ઉમેદવારોને વિક્રમજનક વિજય અપાવવાની અપીલ કરતા જણાવ્યું છે કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અમે રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈની ભાજપ સરકારનાં શાસનમાં દેશની સાથોસાથ સ્ત્રીઓ પણ શકિતશાળી અને સુરક્ષિત બની છે. છેલ્લાં છ વર્ષમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકોટ શહેરનાં વિકાસમાં ભાજપ સરકારનો ફાળો બહુમુલ્ય રહ્યો છે. રાજકોટનાં અવિરત વિકાસ માટે ફરી એકવાર ભાજપ સરકારનું ચૂંટાઈ આવવું જરૂરી છે આથી તમામ મતદારો ભાજપ તરફી પ્રચંડ મતદાન કરીને ફિર એક બાર મનપામાં પણ ભાજપા સરકારનાં નિર્માણમાં પોતાની જન ભાગીદારી નોંધાવે એ જરૂરી છે.

મહિલાઓને પાક્કું દ્યર, દ્યરમાં નળ અને નળમાં જળ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે સ્ત્રી સશકિતકરણની દિશામાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ ઉપરાંત સ્ત્રીઓને સ્વરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષા, સુરક્ષા આપવાની દિશામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કામગીરી આશીર્વાદરૂપ રહી છે. બીજી તરફ કોંગ્રેસનાં શાસનમાં મહિલાઓ અસુરક્ષિત, ભયભીત અને અબળા હતી. ૬૦ વર્ષ સુધી કોંગ્રેસે માત્ર ગરીબી હટાવોનો નારો આપ્યો છે જયારે માત્ર ૬૦ મહિનામાં ટૂંકાગાળામાં ભાજપે ગરીબી હટવવાની દિશામાં અનેક નિર્ણયો લીધા છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ હવે મહાનગપાલિકાની ચૂંટણીમાં પણ મતદારો કોંગ્રેસને હટાવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનાં શાસન દરમિયાન દરેક મહિલા માટે કેટલીક વિશેષ અને જાહેર સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. શહેરની બહેન-દિકરીઓ કોઈપણ પ્રકારના ભય વગર શહેરમાં હરીફરી શકે તેવું વાતાવરણ પણ ઉભું કર્યું છે અને તેને કારણે જ રાજકોટની મહિલાઓ ભાજપનાં શાસકો ઉપર વિશ્વાસ મૂકી આગામી મનપા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય જીત અપાવવાનો મક્કમ નિર્ધાર કરી ચૂકી છે. અનેક મહિલાઓએ એવા પ્રતિભાવો આપ્યા છે કે, રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે મહિલા સશકિતકરણની દિશામાં ઉકૃષ્ટ કામગીરી કરી છે અને તેના પરિણામસ્વરૂપ આજે સેંકડો મહિલાઓ આત્મનિર્ભર બની છે. રૂપાણી સરકારે મહિલાઓનાં લાભાર્થે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનો લાભ ગ્રામિણ અને શહેરી મહિલાઓને મળી રહ્યો છે.

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈનાં માર્ગદર્શન હેઠળ ભાજપના શાસકોએ બહેનો માટે જુદા જુદા વિસ્તારોમાં જાહેર સુવિધાઓ ઉભી કરી છે, બહેનો આર્થિક રીતે પગભર બની શકે એ માટેનાં પણ પગલાં પ્રગતિશીલ ભાજપ સરકારે ભર્યા છે. રાજકોટમાં મહિલાઓ માટે અલગ સ્વિમિંગ પુલ, મહિલાઓ માટે હરતી ફરતી લાઈબ્રેરી જેવી અનેક સુવિધાઓ ભાજપ સરકારે ઉભી કરી છે અને અનેક મહિલાઓ તેનો લાભ લઈ રહી છે. આ સિવાય રક્ષાબંધનનાં દિવસે કે પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્ત્।ે બહેનો માટે બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરીનો ઉપહાર પણ  ભાજપના શાસકોએ આપેલો છે. ભારતીય જનતા પક્ષે મહિલાઓને હંમેશા સમાન અધિકારો આપ્યા છે. ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવાની હોય ત્યારે પણ મહિલાઓને પૂરતા પ્રમાણમાં ટિકિટ આપી છે. હર વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ સમગ્ર રાજકોટની મહિલાઓ ભાજપના ઉમેદવારોને જંગી મતથી વિજયી બનાવે એવું રાજકોટ મહિલા મોરચાનાં પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી અને પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય એ જણાવ્યું છે.

(4:05 pm IST)