Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ગાયત્રીબા આક્રમકઃ ચાર-ચાર વર્ષ સુધી શું કર્યું ? શાસકોને વેધક સવાલ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં વર્ષ ૨૦૨૦-૨૧નાં ૨૧.૩૨ અજબના બજેટને બહાલી આપવા માટે મળેલ જનરલ બોર્ડમાં પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કોપોરેટર ગાયત્રીબા વાઘેલા આક્રમક શૈલીમાં શાસકો ને વેધક સવાલ કર્યો હતોે કે,ચાર-ચાર વર્ષ સુધી શું કર્યું .

આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ.કોર્પોરેશનનું બોર્ડમાં યોજાયું હતું. જેમાં આગામી ૨૦૨૦-૨૧ અને ૨૦૧૯-૨૦નાં વર્ષનું નવુ તથા રિવાઇઝ બજેટ અંગે વોર્ડ નં.-૩નાં કોંગી કોપોરેટર ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે શાસકો દ્વારા વિવિધ પ્રોજેકટો અંગેની મોટી મોટી વાતો કરવામાં આવી છે. પંરતુ ગત વર્ષના બજેટના કામો હજુ થયા નથીે. જેમાં અરવિંદભાઇ મણિયાર હોલનું રીનોવેશન, બ્રિજ સહિતના પ્રોજેકટનો સમાવેશ થાય છે.ે

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, (૧)ટ્રાફિક વ્યવસ્થા માટે નવા બ્રિજ નવા રસ્તાનું આયોજનને વેગ આપવામાં આવશે. તેવો ઉલ્લેખ છે પરંતુ રાજકોટ સ્માર્ટ સીટીમાં ૭ રૂમ આવેલ હોવા છતાં મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે.

(૨) બજેટમાં એવું દર્શાવાયું છે કે ચાર બ્રીજનું કામ ચાલુ છે દુધ સાગર રોડ, આમ્રપાલી ફાટક, હોસ્પીટલ ચોક, લક્ષ્મીનગર અન્ડરપાસ આમાંથી એક જ બ્રિજનું કામ ચાલુ છે. જે આમ્રપાલી ફાટકનું છે.

અંતમાં તેઓએ  કરોડનો બજેટમાં સમાવેશ કરેલ છે જેમાંથી ૭૦ % એશીયન ડેવલેપમેન્ટ બેંક ૩૦% રાજ્ય સરકારશ્રીની છે. તો કોર્પોરેશન તો ફકત કામ જ કરવાનું છે. જેનો બજેટમાં છેલ્લા ચાર વર્ષથી આયોજન કરવામાં આવેલ છે. પણ અમલ થતો નથી. તેવો સવાલ ઉઠાવ્યો હતા.

(4:04 pm IST)