Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

શહેર કોંગ્રેસ ઓબીસી સેલ વોર્ડનં. ૧ના પ્રમુખપદે ગોવિંદભાઇ પરમાર : મહામંત્રી પદે ખીલનભાઇ ભટ્ટીની વરણી

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી.ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ ગઢવીની સુચના થી રાજકોટ શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી રાજેશભાઇ આમરણીયાની આગેવાની માં વાર્ડનં. ૧ના ઓ.બી.સી વોર્ડ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ પરમાર તથા મહામંત્રી તરીકે ખીલનભાઇ  ભટ્ટીને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ  અશોકભાઇ ડાંગર તથા દિનેશભાઇ મકવાણાના હસ્તે નીમણુક પત્ર આપવામાં આવેલ. આ તકે કાનાભાઇ ચૌહાણ, સતીષભાઇ ચુડાસમા, સુરેશભાઇ ચૌહાણ, મિતેશભાઇ પરમાર, ધર્મેશ રાઠોડ, શૈલેષ મકવાણા, શનિભાઇ વાઘેલા, દિલિપભાઇ ગોહીલ સહીતના ઉપસ્થીત રહયા હતા.

(4:01 pm IST)