Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વુમન્સ કલબ દ્વારા મંગળવારે કોમેડી નાટક

સભ્યો માટે નવા વર્ષનો બીજો કાર્યક્રમ : મુંબઇનું નાટક 'વાઇફ જેની સારી તેની લાઇફ સારી' સૌને હળવા ફુલ કરી દેશે

રાજકોટ તા. ૧૯ : મનગમતા કાર્યક્રમોની હારમાળા સર્જનાર રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા તા. ૨૫ ના મંગળવારે કોમેડી નાટક 'વાઇફ જેની સારી તેની લાઇફ સારી' યોજવામાં આવેલ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વુમન્સ કલબના બહેનોએ જણાવેલ કે તણાવ ભરેલી જીંદગીમાં હળવાશ આવે તેવા હેતુથી મુંબઇના કલાકારોનું આ નાટક ગોઠવવામાં આવ્યુ છે. જેમાં હાસ્ય લેડી પ્રતિભા ટી, જીતુ કોટક, જય પુરોહીત, કેયુરી શાહ, ચિંતન મહેતા અને અન્ય કલાકારો ભાગ લઇ રહ્યા છે.

૨૦૨૦ નો ત્રીજો કાર્યક્રમ માર્ચમાં મ્યુઝીક ઓરકેસ્ટ્રાનો હશે. જેમાં નવા જુના ગીતો રજુ થશે. ચોથો કાર્યક્રમ એપ્રિલમાં પીકનીકનો આયોજીત થઇ રહ્યો છે.

સભ્યોને કેવા કાર્યક્રમો પસંદ પડે તે માટે સુપર કમીટીની રચના કરીને આયોજન કરવામાં આવી રહ્યા છે. નવા મેમ્બરોની નિમણુંક ચાલુ હોય જોડાવા ઇચ્છુકોએ પ્રમુખ પ્રફુલાબેન મહેતા મો.૯૪૨૮૮ ૯૦૨૭૭, દર્શનાબેન મહેતા મો.૯૪૨૯૫ ૦૨૦૪૬, મીનાબેન વસા મો.૯૪૨૮૨ ૫૫૩૦૩૦, કલ્પનાબેન પારેખ મો.૯૯૨૪૫ ૭૯૮૪૯, બિન્દુબેન મહેતા મો.૯૭૩૭૮ ૭૫૭૪૦ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રફુલાબેન, મીનાબેન, દીનાબેન મોદી, નીતાબેન મહેતા, દર્શનાબેન, કલ્પનાબેન પારેખ, પ્રીતી ગાંધી, ઇન્દીરાબેન ઉદાણી, અલ્કાબેન ગોસાઇ, બિન્દુબેન મહેતા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:54 pm IST)