Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ર૪મીએ ફાર્મસી ભવનમાં કાઉન્સીલનું ઇન્સપેકશન

ફાર્મસી રેગ્યુલેટરી અફેર્સ અને બાયોટેકનોલોજીના કોર્ષની માહિતી મેળવશે * મંજૂર થયા બાદ નેકમાં એપ્લાય થઇ શકશે

રાજકોટ, તા. ૧૯ : એ-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'તાજ' ગુમાવતા-ઉચ્ચ સત્તાધિશોમાં રીતસરની ભાગદોડ મચી છે. રહી રહીને હવે ફાર્મસી ભવનમાં ચાલતા બે ખાનગી અભ્યાસક્રમની મંજૂરી માટે પ્રથમવાર ફાર્મસી કાઉન્સીલ ઇન્સ્પેકશન માટે આવી રહી છે.

ફાર્મસી ભવનમાં ર૪મીએ ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનું ઇન્સ્પેકશન થશે. મંજૂરી વગર ચાલતા ફાર્મસી ભવનમાં રેગ્યુલેટરી અર્ફેસ અને બાયોટેકનોલોજી કોર્ષનું વિધિવત ઇન્સ્પેકશન થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી કેટલીક અનિયમિતતાને કારણે નેક દ્વારા 'એ-ગ્રેડ' ગુમાવવાનો સમય આવ્યો હતો. હવે વિધિવત ઇન્સ્પેકશન પૂર્ણ થયા બાદ પુનઃ ગ્રેડેશન માટે અપ્લાઇ થઇ શકશે.

(3:38 pm IST)