Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

કરાર આધારિત અધિકારીઓની કામગીરીનો મૂલ્યાંકન અહેવાલ ઓનલાઇન નહિ

સરકારે અગાઉની સૂચના રદ કરી, હવે ઓફલાઇન અહેવાલ

રાજકોટ તા. ૧૯: રાજ્ય સરકારે વયનિવૃતિ બાદ કરારીય નિમણુંક પામેલા વર્ગ-૧-૨ના અધિકારીઓના વાર્ષિક કામગીરી  મૂલ્યાંકન અહેવાલ ઓનલાઇન ભરવા અંગેની અગાઉની સૂચના રદ કરી છે. આ અમે સામાન્ય વહીવટી વિભાગના નાયબ સચિવ એ.એચ. મનસૂરીની સામાન્ય સહીથી તા. ૧૫-૦૨-૨૦૨૦ના રોજ પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે  સરકારની કાળજી પૂર્વકની અને પુખ્ય વિચારણાને અંતે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી પ્રસિદ્ધ  થયેલ વચનિવૃતિ  બાદ કરારીય નિમણુંક પામેલા વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ 'ઓનલાઇન' ભરવા અંગેની સુચનાઓ રદ કરવામાં આવે છે.

હવે સામાન્ય વિભાગના  તા. ૩૧/૩/૨૦૧૮ના ઠરાવ અન્વયે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુંક પામેલ વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓ માટે વાર્ષિક કામગીરી મૂલ્યાંકન અહેવાલ 'ઓફલાઇન' ભરવા અંગેની સુચનાઓ તેમજ સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૮૫/૦૩/૨૦૧૯ના ઠરાવ અન્વયે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુંક પામેલ વર્ગ-૩ના કર્મચારીઓ માટે  વાર્ષિક  કામગીરી મૂલ્યાંકન અહેવાલ ઓફલાઇન' ભરવા અંગેની સુચનાઓ અમલમાં રહેશે

(3:37 pm IST)