Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બેડીઃ ગાંડી વેલ પ્રકરણ ઓઇલ બોંબ ફેંકવાનું શરૂ...

વેલ કાયમી કાઢવા દિલ્હી-મુંબઇથી ખાનગી એજન્સીની ટીમો બોલાવાઇઃ હાલ યાર્ડ તથા બેડી ગામમાં ફોંગીગ શરૂ કરાયુ : કલેકટરની સુચના બાદ તમામ નિર્ણય સીટી પ્રાંત-ર લેશેઃ બોટ ઉતારી વેલ કાઢવાની કે પાણીમાં ઉતરવાની મનાઇ ફરમાવી દેવાઇ... : જીલ્લા પંચાયતની મેલેરીયા ટીમનો યાર્ડમાં પડાવઃ ગાંડી વેલ : આસપાસ સાંજે ૬ વાગ્યા બાદ સ્પે. સ્ટ્રોંગ ફોંગીગ કાયમી સોલ્યુશન : માટે ૧ાા કરોડનું મશીન મંગાવવા અંગે કલેકટરની દરખાસ્ત : ગાંડી વેલ સંદર્ભે એ વિસ્તાર હાલ : લોકલ ડીઝાસ્ટર જાહેર કરાયો

રાજકોટ તા. ૧૯ :.. બેડી માર્કેટ યાર્ડ પાસે અને પાછળના ભાગે ઉગી નીકળેલ ગાંડી વેલ અને મચ્છરોના ભયાનક ત્રાસ પ્રકરણમાં રાજકોટ કલેકટર  રેમ્યા મોહન દ્વારા ધડાધડ પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે. ગઇકાલે સાંજે આર. ઓ. મીટીંગ બાદ કલેકટર - ડીડીઓ અને મ્યુ. કમીશ્નરે સંયુકત મુલાકાત લીધી હતી, અને આ વિસ્તારને લોકલ ડીઝાસ્ટર જાહેર કરી દેવાયો હતો.

કલેકટરે ગાંડી વેલ બાબતે જે કોઇ કાર્યવાહી કરવાની હોય તે અંગે સીટી પ્રાંત-ર ને તમામ નિર્ણય લેવા અંગેની સત્તા આપી દીધી છે.

સીટી પ્રાંત-ર શ્રી ગોહીલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ગાંડી વેલ વિસ્તાર આસપાસ ઓઇલ બોંબ ફેંકવાનું શરૂ કરી દીધુ છે., આવી આ રાજકોટ માટે પ્રથમ ઘટના છે.

તેમણે જણાવેલ કે ગાંડી વેલ સાફ કરવા અંગે દિલ્હી-મુંબઇથી ખાનગી એજન્સીની ટીમો બોલાવાઇ છે, જે આવતીકાલે આવી જશે, તે ઉપરાંત કાયમી સોલ્યુશન અર્થે ૧ાા કરોડના ખર્ચે મશીન ખરીદવા અંગે કલેકટરશ્રીએ દરખાસ્ત કરી દિધી છે.

કોર્પોરેશન - પંચાયતના તંત્રે પાણીમાં બોટ ઉતારી વેલ ખસેડવાની જે દિશા આપી હતી તે અંગે પાણીમાં બોટ ઉતારવાની કે હાલ વેલ ખસેડવાની સીટી પ્રાંત-ર દ્વારા મનાઇ ફરમાવી દેવાઇ છે.

દરમિયાન જીલ્લા પંચાયતના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે યાર્ડ-બેડી ગામમાં ડોકટરો સાથેની મેલેરીયાની ટીમ સ્ટેન્ડ ટુ સ્થળ ઉપર જ રખાઇ છે, મોસ્કીટો ડેન્સીટી સર્વે શરૂ કરાયો છે, બપોરથી યાર્ડની અંદર- અને બેડી ગામમાં ફોગીંગ શરૂ કરાયું છે, વેલની આસપાસ સાંજે ૬ વાગ્યા બાદ જ સ્ટ્રોંગ ફોંગીંગ કરવાની સુચના અપાઇ છે,  ટૂંકમાં ગાંડી વેલ અને મચ્છરોએ તમામ તંત્રને ધંધે લગાડી દીધા છે.

(3:02 pm IST)