Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

વૃક્ષપ્રેમી સુરેશભાઈ વામજાઃ ગામેગામ ચંદનના રોપા ઉગાડ્યા

મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારાઓ અને શાળાઓમાં ચંદનના રોપાઓનું વાવેતર

રાજકોટ : દેવભૂમિ દ્વારકા સોનાની નગરી કહેવામાં આવે છે પરંતુ હવે તેમાં સુગંધ પણ ભેળવાઈ છે. સુરેશભાઈ વામજા તથા તેમના મિત્રો મુળ વંથલી (જૂનાગઢ) હાલ વડોદરામાં સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. તાજેતરમાં બેટ દ્વારકામાં તમામ મંદિર / મસ્જીદ / ગુરૂદ્વારા / સ્કુલોમાં ચંદનના અંદાજે ૧૫૦ રોપાનું વાવેતર દોઢેક વર્ષ પહેલા કરેલ. હાલમાં પણ આશરે ૩૦૦ રોપાનું વાવેતર કરી સમાજને નવો સેવાકીય માર્ગ દેખાડ્યો છે. સુરેશભાઈ હાલ બરોડામાં એઈમ બાયોટેક એન્ડ રીસર્ચ સેન્ટર ચલાવે છે. ખેતી માટે નવા નવા સંશોધનો કરે છે. બરોડાથી અને વંથલીથી ૧૫ મિત્રો ભેગા મળી ગમે ત્યા ફરવા જવાને બદલે ચંદનના રોપનું રોપણ કરી જતા હતા. સુરેશભાઈનું કહેવુ છે કે ચંદનના રોપાને ઉછેરવામાં ધ્યાન રાખવુ પડતુ નથી. પહેલા વર્ષ ૧૫ દિવસે એક ડોલ પાણી નાખવાનું એકાદ વર્ષ પછી કઈ કરવાનું હોતુ નથી. હાલ તેઓ વડોદરામાં પોતાની વાડીએ અંદાજે ૪ હજાર વૃક્ષો લગાડ્યા છે. વધુ વિગતો માટે મો.૯૪૨૬૫ ૯૪૪૧૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(11:38 am IST)