Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરધડીયાના પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલ આઇશર ઝડપાઇઃ ર૬ લાખથી વધુના મુદામાલ સાથે બે શખ્સોની અકટકાયત

 રાજકોટ : રાજકોટ- અમદાવાદ હાઇવે તરઘડીયા ગામના પાટીયા પાસેથી આઇશર ગાડી અને વિદેશી દારૂ સહીત રૂ. ર૬,૩૪,૮૦૦ નો મુદામાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.

        રાજકોટ શહેર પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પો. કમીશન્ર ખુરશીદ અહેમદ નાયબ પોલીસ કમીશ્નર-ઝોન-૧  રવિમોહન શેની, તથા નાયબ પો. કમીશ્નર ઝોન-ર  મનોહરસીહ જાડેજા  તથા એ.સી.પી ક્રાઇમ  જયદિપસીંહ  સરવૈયાની  સુચનાથી  પોલીસ ઇન્સપેકટર એચ.એમ. ગઢવીના માર્ગદશૃન હેઠ  પો.સબ ઇન્સપેકટર  એસ.વી. પટેલ તથા  એ.એસ.આઇ. જયેશભાઇ શુકલા, પો.હેડ કોન્સ.   જયેશભાઇ નિમાવત પો. કોન્સ્ટેબલ  વિક્રમભાઇ લોખીલ,  અમીનભાઇ ભલુર, જીજ્ઞેશભાઇ મારૂ,  હિરેન્દ્રસિહ પરમાર વગેરે માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી. પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ  વિક્રમભાઇ લોખીલની હકીકતના આધારે રાજકોટ અમદાવાદ હાઇવે, તરઘડીયાના  પાટીયા પાસેથી નીચે જણાવેલ આરોપીઓને પકડી તેની પાસેથી ગે.કા. ઇંગલીશ દારુ  તથા મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

        લાલારામ આઇદાનરામ જાટ ચૌધરી (ઉ.વ. ર૩) રહે. મુકને કા તલા (લલિસર) તા. ચોહટન જીઉ બાડમેર(રાજસ્થાન)  તથા રમેશ મંગલારામ   ચોધરી (ઉ.વ.૧૯)  રહે. ગાધ  બાધા તા. સેડવા જી. બાડમેર રાજસ્થાન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારુ  પાર્ટી સ્પે. ડીલકસ વ્હીસ્કી ૭પ૦ એમએલ ની બોટલો નંગ  પ૭૩૬  જેની કિ. રૂ. ૧૭,ર૦, ૮૦૦ અને  આઇસર ગાડી નં. એમ.એમ.  ૦૪ જેકે  ૩૬૬૪  જેી કિં રૂ. ૯,૦૦,૦૦૦/-  તેમજ એક વિવો કંપનીનો મોબાઇલ ફોન રૂ. ૭૦૦૦  તથા એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિં રૂ. ૭૦૦૦ નો કુલ મુદામાલ રૂ. ર૬,૩૪,૮૦૦ નો ઝડપી પાડેલ છે.

        આ કામગીરી  કરનાર  પોલીસ ઈન્સપેકટર  એચ.એમ.ગઢવી  પોલસ સબ ઇન્સપેકટર  એસ.વી. પટેલ  એ.એસ.આઇ.  જયેશભાઇ શુકલા, પોલીસ હેડ કોન્સ.  જયેશભાઇ નિમાવત,  પોલીસ કોન્સ. વિક્રમભાઇ લોખીલ, અમીનભાઇ ભલુર,  જીજ્ઞેશભાઇ મારૂ, હીરેન્દ્રસિંહ પરમાર દ્વારા કામગીરી કરવામા આવેલ છે.

(12:01 am IST)