Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ડી. પી. જોશી લાયબ્રેરી દ્વારા સંકૃત સપ્તાહ

 સિસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્ર સંચાલિત પ્રિન્સીપાલ ડી. પી. જોશી પબ્લીક લાયબ્રેરીના ઉપક્રમે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અર્થે બાલમંદિરથી લઇને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સપ્તાહનું આયોજન કરાયુ હતુ. વયકક્ષા પ્રમાણે વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ પૂર્વેશભાઇ કોટેચાના અતિથિવિશેષ પદે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. પ્રારંભે સમગ્ર સંસ્કૃત સપ્તાહનો અહેવાલ દીપકભાઇ જોશીએ રજુ કર્યા હતો. પ્રથમ પાંચ ક્રમે વિજેતા બનેલ સ્પર્ધકોને શીલડ અને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા હતા. ભાગ લેનાર તમામને 'સફળતાના સોપાનો' પુસ્તક ભેટ અપાઇ હતી.

(3:51 pm IST)