Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

કાલે પુષ્ટિ વસંત મહોત્સવ હોરી-રસીયા ફૂલફાગ

વૈષ્ણવાચાર્ય ગોવિંદરાયજી અને મધુસુદન લાલજીના સાનિધ્યમાં

રાજકોટ,તા.૧૮: વૈષ્ણવાચાર્ય ગો.૧૦૮ શ્રી ગોવિંદરાયજી મહારાજ તથા ગો.૧૦૮ શ્રી મધુસુદન લાલાજી (શ્રી રૂચિર બાવાશ્રી)ના મંગલ સાનીધ્યમાં આવતીકાલે તા.૧૯ના બુધવારે સાંજે ૪ થી રાત્રીના ૧૧:૩૦ સુધી ''વસંતધામ'' ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે, ધોળકિયા સ્કૂલના સામેના ગ્રાઉન્ડમાં, રાજકોટ ખાતે હોરી- રસિયા- ફુલફાગનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે.

મહોત્સવ અંતર્ગત સાંજે ૪ વાગ્યે પૂ.મહારાજ શ્રીના વરદ હસ્તે દિપ પ્રાગટય થશે, તેમજ વચાનમૃત થશે. ત્યારબાદ સાંજે ૬:૩૦ વાગ્યે મહાપ્રસાદ બાદ રાત્રે ૮ વાગ્યે હોલી- રસીયા- ફુલફાગ બનાવવામાં આવશે. આ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ ધડુક (સાંસદ સભ્ય પોરબંદર), મોહનભાઈ કુંડારીયા (સાંસદ સભ્ય), ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય), જયેશભાઈ રાદડિયા (ગુજરાત રાજય કેબીનેટ મંત્રી), મનસુખભાઈ સાવલીયા, વિરજીભાઈ પરસાણા, જીતુભાઈ ધોળકિયા (ધોળકિયા સ્કૂલ), જેરામભાઈ વાડોલિયા (ગોવર્ધન ગૌશાળા) વિગેરે ઉપસ્થિત રહેશે. હોલી રસિયા ફુલફાગના મહોત્સવમાં ધર્મપ્રેમી ભાઈ- બહેનોને આમંત્રણ અપાયું છે. તસ્વીરમાં: મનોરથી જેરામભાઈ વાડોલીયા, સુરેશભાઈ નડીયાપરા, મહેશભાઈ નડીયાપરા, તેજસભાઈ બોસમીયા, મેહુલ ભગત, વ્રજદાસ લાઠીયા, જગદીશભાઈ હરીયાણી, આનંદ નડીયાપરા અને નિકુંજ નડીયાપરા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)