Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજગઢમાં સ્વયંભુ બિલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહા શિવરાત્રીએ સંતવાણી - ભજન

કૌશિક મહેતા સાથે કલાકારોના સાથે યુવા કલાકાર નંદીશ જાની તબલા સંગત પીરસશે

રાજકોટ, તા. ૧૮ : રાજકોટ તાલુકાના રાજગઢ ગામે આવેલ સુપ્રસિદ્ધ ૫૦૦ વર્ષ જૂનું પૌરાણિક સ્વયંભુ શ્રી બિલેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં મહા શિવરાત્રી નિમિતે તા.૨૧ને શુક્રવારે રાત્રે ૯:૩૦ લાકે ગાયક અને હાસ્ય લોક સાહિત્યકાર કૌશિક મહેતા અને તેમની કલાકારોની સમગ્ર ટીમ તથા સાજીંદાઓની ટીમ સાથે ભજન - સંતવાણી, લોક સાહિત્ય, હાસ્યરસનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટના નાની ઉંમરમાં તબલાવાદક (કલાસીકલ તબલા વિશારદ)ની ડિગ્રી હાંસલ કરનાર શ્રી નંદીશ જાની તબલા સંગત કરશે. આ ભજન - સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા આ જગ્યાના મહંત શ્રી મહિચૈતન્ય બ્રહ્મચારીબાપુ (મો.૯૦૧૬૯ ૦૧૩૮૬) દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.

આયોજનમાં રામજીભાઈ પટેલ (ગૌરીદડ), ભાવેશભાઈ આહિર (રાજગઢ), દિલીપભાઈ આહીર (રાજગઢ), ક્રિપાલસિંહ જાડેજા (સરપંચ રાજગઢ), જયેશભાઈ પટેલ (ગૌરીદડ) અને કમલેશભાઈ લીંબાસીયા (ભનો) જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)