Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રેસકોર્ષમાં 'ટ્રેડફેર-૨૦૨૦'નો પ્રારંભઃ વિવિધ સ્ટોલ ૨૩મી સુધી ચાલુ

રાજકોટ : અહિંના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 'ટ્રેડ ફેર-ર૦ર૦'નું આયોજન કરવામાં આવેલ છે. માઇક્રોફાઇન પ્રસ્તુત તથા સીમરન ઇલેકટ્રોનિકસ એન્ડ ફર્નીચરના સહયોગથી  ટ્રેડફેર  મહાનુભાવોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે એસ.જી.વી.પી. સંસ્થાના શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી અરવિંદભાઇ રૈયાણી, ભાજપ અગ્રણીશ્રી સુરેન્દ્રસિંહ વાળા સાથે તસ્વીરમાં થીમ્સ એન્ડ ડ્રિમ્સ ઇવેન્ટના કૃષ્ણસિંહ જાડેજા, હિતેશ દોશી તથા યશપાલસિંહ જાડેજા  ઉપસ્થિત રહયા હતા. ટ્રેડ ફેર તા. ર૩  સુધી સાંજે ૩ થી ૧૧ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. આ ફેરમાં ઓર્ગેનીક મોલ તથા પંચામૃત ફૂડ ફેસ્ટીવલમાં સાત્વીક વાનગીનો ખજાનો અને એફએમસીજી, કિચનવેર, ડોમેસ્ટીક અટલાયન્સ, ધરગથ્થુની વસ્તુઓ, હેલ્થ, ફિટનેશ, ગીફટ આટિકલ્સ તેમજ હેન્ડલુમ તથા હેન્ડીક્રાફટના પણ સ્ટોલ તથા બીજા ઘણા પ્રકારની સેવાઓ ઉપલબ્ધ હશે.   તેમ યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)