Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ચલો તંદુરસ્તી કી ઓર

રાજકોટમાં ર૯ મીથી બે દિવસ પ્રાકૃતિક જીવનશૈલી શિબિર યોજાશેઃ દેશભરમાંથી આવશે નિષ્ણાંતો

પ્રાકૃતિક-આહાર-વિહાર-મનોવ્યાપાર અંગે આપશે સમજણઃ ર૦ મી સુધીમાં રજીસ્ટ્રેશન

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા હિમાંશુભાઇ લીંબાસીયા, રમેશભાઇ સાહોલીયા તથા શીવલાલભાઇ લીંબાસીયા તસ્વીરમાં દેખાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયાા

રાજકોટ, તા., ૧૮: ર૯મીથી બે દિવસ  માટે રાજકોટમાં પ્રાકૃતિક જીવનશૈલી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા હિમાંશુભાઇ લીંબાસીયા, રમેશભાઇ સાહોલીયા તથા શીવલાલભાઇ લીંબાસીયાએ જણાવ્યું છે. દવા વગર બિમારી દુર કરવા અને જીવનભર તંદુરસ્તી પ્રાપ્ત કરવા આ શિબિર મહત્વની બની રહેશે. તેઓએ જણાવ્યું હતું કે ઓલ ઇન્ડીયા યોગ વિદ્યા અને પ્રાકૃતિક જીવન સંઘના ઉપક્રમે સત્ર ર૯મીએ સવારે ૯ વાગ્યે શરૂ થશે અને ૧ લી માર્ચે રવિવારે સાંજે ૬ વાગ્યે પુર થશે. રોજ ૯ થી ૧ અને ૩ થી ૬ વકતાઓના પ્રવચન યોજાશે.

ર૯ ફેબ્રુઆરી અને ૧ માર્ચના બે દિવસ રાજકોટના આજી ડેમ નજીક આર.કે. યુનિવર્સિટી કેમ્પસ ભાવનગર રોડ પર કુદરતી જીવનશૈલીનું રાષ્ટ્રીય જ્ઞાન સત્ર યોજવા જઇ રહયું છે.

આ જ્ઞાનસત્રમાં પંચ મહાભુતના માધ્યમથી જીવનભર નીરોગી રહેવા માટેનું જ્ઞાન ભારતના ખ્યાતાનામ નેચરોપેથ વકતાઓ બે દિવસ આપશે અને પ્રાકૃતિક આહાર-વિહાર-મનોવ્યાપાર વિશે સમજણ આપશે.

આ જ્ઞાન સત્રમાં નાના-મોટા દરેક વ્યકિત અને સ્ટુડન્ટસ પણ સામેલ થઇ શકે છે.

રાજકોટમાં પાંચ વર્ષ બાદ ફરી આ આયોજન થઇ રહયું છે. તેમાં દેશભરથી લોકો સામેલ થનાર છે. જેઓ આ જ્ઞાનસત્રમાં જોડાશે તેઓને પેનલ ડીસ્કશનમાં સામેલ થવાની તક ઉપરાંત નેચરલ ફુડ કુકીંગના વર્કશોપમાં પણ ભાગ લેવાની તક મળશે. ઉપરાંત પુસ્તકો ભરેલી કીટબેગ અને સર્ટીફીકેટ પણ અપાશે.

પ્રાકૃતિક જીવનશૈલી શીબીરમાં આ આયોજનમાં સામેલ થવા ઇચ્છુક નાગરીકો, સ્ટુડન્ટો તા.ર૦ ફેબ્રુઆરી પહેલા પોતાનું રજીસ્ટ્રેશન સંસ્થાના કાર્યાલયઃ નેચર કેર સેન્ટર, લેન્ડ માર્ક બિલ્ડીંગ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ કોર્નર રાજકોટ ફોનઃ ૦ર૮૧-ર૪૬૭રર૭, ૯૮રપ૯ ૦૦૦૧ર ઉપર સંયોજક હિમાંશુભાઇ લીંબાસીયા અને દિનેશભાઇ મુંદડાનો સંપર્ક કરી શકશો તેમ તેઓએ જણાવ્યું હતું.

(3:47 pm IST)