Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સિંચાઇ સમિતિના બળવા અંગે ઘીના ઠામમાં ઘી પાડી દેવાશે

હાઇકમાન્ડની 'આંખ' ઉઘડી પણ 'લાલ' કરવાની સ્થિતિ નહિ : ૩ સભ્યોને જેવી 'નોટીસ' આવશે એવો જવાબ અપાશે

રાજકોટ, તા. ૧૮ : જિલ્લા પંચાયતની સિંચાઇ-સહકાર સમિતિમાં પ્રદેશ કોંગ્રેસે પસંદ કરેલા મનોજ બાલધાના બદલે સભ્યોએ વિનુભાઇ ધડુકને અધ્યક્ષ બનાવી દેતા તેના ઘેરા પડઘા પડ્યા છે. જો કે હાઇકમાન્ડ આ બાબતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાના મુડમાં નથી.

જિલલા પંચાયતના શાસક કોંગી જુથને વિશ્વાસમાં લીધા વગર મનોજ બાલધાને અધ્યક્ષ બનાવી દેવાતા વ્હીપ(આદેશ)નો અનાદાર થયાનું સ્પષ્ટ થાય છે.

જિલ્લા પ્રમુખના અહેવાલના આધારે ૩ સભ્યોને નોટીસ આપવાનું જાહેર થયું છે. જો નેતાગીરી નોટીસ આપે તો તેનો મુદ્દા આધારિત જવાબ આપવાની સભ્યોની તૈયારી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી શિસ્તભંગની કાર્યવાહીની માત્ર ઔપચારિકતા જ કરવામાં આવશે તેમ કોંગ્રેસના વર્તુળો જણાવે છે. આ વિવાદ અંગે ઘીના ઠામમાં ઘી પડી જવાના સંજોગો છે.

(3:46 pm IST)