Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

નટરાજનગરમાં મહિલાના ઘરમાં ઘુસી ધમકી આપવાના ગુનામાં ફરાર વરજાંગ ભરવાડ પકડાયો

ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ દાખલ થતા ભરવાડ શખ્સ મહારાષ્ટ્ર ભાગી ગયો'તો

રાજકોટ તા.૧૮: યુનિવર્સિટી રોડ પર નટરાજનગરમાં અઢારવર્ષ પહેલા ઓરડીમાં ઘુસી અઢારવર્ષથી નાસતા ફરતા ભરવાડ શખ્સને પેરોલ ફરબો સ્કવોડે પકલી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ  પર નટરાજનગરમાં અઢારવર્ષ પહેલા ભરવાડ ભરવાડ મહિલાની ઓરડીમાં ઘુસી વરજાંગ મેરાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫) નામના  ભરવાડ શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.  દરમ્યાન શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા એસીપી  જયદીપસિંહ સરવૈયાએ નાસતા ફરતા આરોપીઓને  પકડી પાડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી તથા હેડ કોન્સ બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે , દિગ્વીજયસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા,  હરપાલસિંહ ઝાલા, નહિર ભાઇ ખફીફ, મધુકાંતભાઇ સોલંકી, જયદેવસિંહ પરમાર, મહંમદ અઝરુદ્દિનભાઇ બુખારી,  કિશોરદાન ગઢવી, ધીરેનભાઇ ગઢવી અને જગદીશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ અંસારી, હેડ કોન્સ બાદલભાઇ , દિગ્વીજયસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ તથા હરપાલસિંહને મળેલી બાતમીના આધારે અઢાર વર્ષથી વરજાંગ મેરામભાઇ ચૌહાણ (ઉ.વ.૫૫) (ભરવાડ)ને વૈશાલીનગર  શેરી નં.૧૦માં સેતુબંધ સોસાયટીમાંથી પકડી લીધો હતો. પકડાયેલો વરજાંગ બનાવ બન્યા બાદ મહારાષ્ટ્રના પવતમાલના જવાહરનગરમાં રહેતો હતો.

(3:44 pm IST)