Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

છેતરપીંડીથી કરેલા લગ્ન અને દુષ્કર્મ મામલે જામનગરના ચાર શખ્સોને તાકીદે પકડો

રાજકોટની યુવતીની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ : રાજકોટમાં રહેતી યુવતીને જામનગરના જયદીપ દેવાયતભાઇ ડવ એ પોતાની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે તેમ જણાવી યુવતિ સાથે કોર્ટ મેરેજ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં ન્યાય મેળવવા માટે યુવતિએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. પોલીસ મથકમાં ફરીયાદ કર્યા બાદ પણ આરોપી જયદીપ દેવાયતભાઇ ડવ તથા ધમકી આપનારા અજય પરબતભાઇ ભાદરકા, દર્શક ધ્રાંગા અને અનિલ બાંદિયા (રહે. જામનગર)ને પોલીસ ધરપકડ કરતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાને ધમકી મળતા તા. ૧૬-૧ના રોજ પોલીસ કમિશનરને લેખીત અરજી કરી હતી થતાં તેને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.

(3:44 pm IST)