Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રામકૃષ્ણ પરમહંસઃ અલૌકિક મહાન પ્રતિભા

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરૂ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઈશ્વરનો સાક્ષારત્કાર (દર્શન) થઈ શકે છે. આમ, ઈશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભકિતમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી. ધર્મ એ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.

 

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઈ કોઈપણ વ્યકિત સંમોહિત થઈ જતી હતી.

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરૃં થતું ચાલ્યું. આર્થિક કઠિનાઈઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. તેઓ ગદાધરને  પોતાની સાથે કોલકાતા લઈ ગયા રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શકયું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઈચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિય હતા. તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની- નાની ઉદાહરણરૂપ કથાવાર્તાઓ કહી ઉપદેશ જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો.

પૂરૃંનામઃરામકૃષ્ણપરમહંસ

જન્મનું નામઃ ગદાઘટ

જન્મઃ ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬,કામારપુર બંગાળ,

કાર્યક્ષેત્રઃસમાજ સુધારક, સંત,વિચારક

મૃત્યુઃ૧૬ઓગસ્ટ,૧૮૮૬

(3:43 pm IST)