Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

બેન્ક અને ગ્રાહક એકબીજાના પુરક, સમજણ પુવર્ક ચાલે તો બેન્કની પ્રગતિ થાય : ગોપાલભાઇ માકડીયા

વિજય કોમર્શીયલ બેન્કનો ગ્રાહક મિલન ઉત્સવ

રાજકોટ : તાજેતરમાં રાજકોટની અગ્રગણ્ય સહકારી બેન્ક વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટનો ગ્રાહક મિલન સમારંભ (કસ્ટમર મીટ) બેન્કીંગ સેવાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે તથા ગ્રાહકો તરફથી બેન્કીંગ સેવાઓ અંગે સુચનો અને રજૂઆતો મેળવવા આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં બેંકના ચેરમેન શ્રી ગોપાલભાઇ માકડીયા, વાઇસ ચેરમેનશ્રી દિપકભાઇ પટેલ, ડિરેકટર સર્વેશ્રી જયેશભાઇ વસા નિંકુજભાઇ ધોળકીયા, હિતેષભાઇ દવે, ગુણવંતભાઇ ડેલાવાળા, શ્રીમતી દમયંતીબેન દવે, શ્રીમતી કાંતાબેન કથીરીયા, હમીરભાઇ ચાવડા, મુકેશભાઇ દોશી, વિ. બેન્કના ગ્રાહકો હાજર રહયા હતા.

આ પ્રસંગે બેન્કના ચેરમેનશ્રી ગોપાલભાઇ માકડીયાએ જણાવ્યું કે બેન્કોના તમામ ગ્રાહકોની દર વર્ષે કસ્ટમર મીટ બોલાવવાની પ્રાણાલીકા છે. ગ્રાહકોનો વિશ્વાસએ પાયાનો સિધ્ધાંત છે અને બેન્કના ગ્રાહકો વિજય બેન્ક પરિવારના સભ્યો જ છે. બેન્ક ગ્રાહકોની સેવા સવલતો માટે ભરપુર પ્રયત્નો કરતી રહી છે. બેન્કના પ્રશ્નો અને સૂચનોને સમજીને તેમની સટ્રેન્થ ઉભી કરવાથી બેન્કને સારા પરિણામ પ્રાપ્ત થાય છે. બેન્ક ગ્રાહકો અને તેમના સબંધો થકી એક બીજાો લાભ મળે અને બેન્કના વિકાસમાં બધા ઉપયોગી થાય તે માટે ગ્રાહકોની સુવિધામાં પડતી મુશ્કેલી દૂર કરવા અને બેન્કીંગ બિઝનેશનો ગુણાત્મક અને સ્પર્ધાત્મક પ્રોગ્રેસ થાય તે માટે બેન્ક હંમેશા પ્રયત્નશીલ રહે છે. બેન્કનાં કસ્ટમરોને બેન્કનાં કોઇ નાના મોટા પ્રશ્નો કે રજૂઆત કરવી હોય તો તેના માટે આ કાર્યક્રમ નીમીત છે. બેન્કની પ્રગતિ માટે જે કાંઇ કરવું છે તે કામની ચર્ચા વિચારણા આ મીટીંગમાં થાય છે. બેન્ક માટે સૌથી મહત્વના ગ્રાહકો છે અને બેન્ક થકી બેન્કીંગ કામગીરી શકય છે. બન્ને સમજણ પૂવર્ક ચાલે તો બેન્કની પ્રગતી  સારી રીતે થઇ શકે છે. બેન્કના ચેરમેનશ્રીએ બેન્ક દ્વારા આપવામાં આવતી એન.ઇ.એફ.ટી ની સવલત આગામી વર્ષથી ફ્રી કરવાની જાહેરાત કરી હતી.બેન્કનાં જનરલ મેનેજરશ્રી એ જણાવ્યુ કે કસ્ટર મીટ એ ખરેખર બેન્કને ગ્રાહકો તરફથી મળતા સહકાર અને સહયોગ બદલ ''થેન્કસનગીવીંગ''નાં કાર્યક્રમ જેવી છે. બેન્કીંગ સીસ્ટમ્સ હવે જ્યારે પાવરફુલ થઇ રહી છે ત્યારે ગ્રાહકોના સૂચનો, ફરીયાદ અને મુશ્કેલી નિવારણ તથા સરળ વહીવવટ માટે પરસ્પર ઇન્ટરએકશન થાય તે જરૂરી છે. પ્રાઇવેટ બેન્ક અને વ્યાપારી બેન્કો સામે સ્પર્ધામાં ટકવા માટે સહકારી બેન્કોની ઘણી મર્યાદાઓ હોવા છતા હરીફાઇમાં સતત ટકી રહેવા માટે સારામાં સારી ગ્રાહક સેવાઓ સહકારી બેન્ક આપી રહી રહી છે. વિજય બેન્ક કસ્ટમર હરીફાઇમાં  સતત  ટકી રહેવા માટે સારામાં સારી ગ્રાહક સેવાઓ સહકારી બેન્કો આપી રહી છે. વિજય બેન્ક કસ્ટમર ફ્રેન્ડલી બેન્ક છે. અને બેન્કની આ પ્રકારની સ્મોલ ગ્રુપ કસ્ટમર મીટમાં હંમેશા  હૃાુમન ટચ જોવા મળે છે. ગ્રાહકોને મહતમ સેવા આપવાનો બેન્કનો શુધ્ધ અભિગમ છે. રાજકોટ શહેર પૂરતુ સીમીત કાર્યક્ષેત્ર ધરાવતા છતા વિજય બેંક ટેકનોલોજી ક્ષેત્રે હંમેશા અગ્રેસર છે.  બેન્કની કસ્ટમર મીટીંગમાં બહોળી સંખ્યામાં બેન્કનાં કસ્ટમરો ઉપસ્થિત રહયા હતા અને તેઓની ડીઝીટલ બેન્કીંડ નેટ બેન્કીંગ ટેકનોલોજીકલ સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ રજુઆતો સુચનો અને પ્રશ્નોતરી કરેલ હતી અને બેન્ક દ્વારા આપવામાં આવતી વિવિધ ટેકનોલોજીકલ બેન્કીંગ સેવાઓ અંગે સંતોષ અને આનંદની લાગણી વ્યકત કરી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)