Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભુજ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યુટ હોસ્ટેલનું લાયસન્સ રદ કરોઃ એ સ્વામી સામે કડક પગલા ભરો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના દેખાવોઃ કલેકટરને વિસ્તૃત આવેદન..

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ દેખાવો યોજતા તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૮: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કલેકટરને તાજેતરમાં ભૂજ  ખાતે વિદ્યાર્થીની યુવતી પાસે સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ હોસ્ટેલમાં અભદ્ર ચેકિંગની માંગણી તથા તેના ઘટના અનુસંધાને ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી દ્વારા થયેલ  અભદ્ર તથા મહિલાઓના માન સન્માનને ઠેસ પહોચે તેવો વાણી વિલાસો કરેલ છે. ેના વિરુદ્ધમાં પગલા લેવા માંગણી કરેલ છે.

તાજેતરમાં ભુજ ખાતે શ્રી સહજાનંદ ઈન્સ્ટિટ્યુટ હોસ્ટેલ સંચાલકો દ્વારા  અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી બહેનો પાસે માસિક ધર્મ ચેક કરવા અંગેની જ અમાનવીય અને ખુબ જ અભદ્ર માંગણી તથા  વ્યાજબી વર્તન કરેલ છે. આવી માંગણી કરનાર   આ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ હોસ્ટેલની ઘટનાના અનુસંધાને ગઇકાલના રોજ   ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી દ્વારા  હોસ્ટેલની અમાનવીય ઘટના ને તથા હોસ્ટેલના સંચાલકો ને ખુલ્લુ સમર્થન આપતો વીડીયો સંદેશ સત્સંગ સભામાં આપતા જણાય છે. નારીઓને ખૂબ જ માનસિક યાતના આવે એવા શબ્દ પ્રયોગ સંત કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી દ્વારા કરવામાં આવે છે. તેઓ વિડીયોમાં કહે છે કે  માસિક ધર્મમાં રહેલ નારીના હાથે ઘડેલ રોટલા પુરૂષ ખાય તો બળદનો અવતાર આવે અને જો કોઇ સ્ત્રી ખાય તો કુતરી નો અવતાર આવે એવી વાહીયાત અને હલકાઇ ભરેલી   વાતો  કરતા નજરે પડે છે. આ સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી પર પણ સખતમાં સખત કાર્યવાહી કરી ને આકરી સજા થાય તેવી કાર્યવાહી  સરકાર પ્રશાસન દ્વારા થાય તેવી માંગણી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મહિલા પાંખ રાજકોટ દ્વારા  કરવામાં આવેલ છે.

(3:36 pm IST)