Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મહિલાઓ માટે ૨૫ કિ.મી.ની સાયકલ ઇવેન્ટ

રાજકોટ રેન્ડોનીયર્સ અને મનન હોસ્પિટલના સંયુકત ઉપક્રમે મહિલા દિન નિમિતે આયોજન : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ તા. ૧૮ : મનન હોસ્પિટલના સહયોગથી રાજકોટ રેન્ડોનીયર્સ દ્વારા માર્ચ મહિનામાં મહિલાઓ માટે 'શકિત  રાઇડ' નું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ કે તા. ૮ ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય મહીલાઓ માટે ૨૫ કિ.મી. ની સાયકલ ઇવેન્ટ યોજવામાં આવેલ છે. વહેલા તે પહેલાના ધોરણે બહેનો રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન ફી રૂ.૨૦૦ છે. ૧૪ વર્ષથી ઉપરની વયના કોઇપણ બહેનો જોડાઇ શકશે.

રજીસ્ટ્રેશન કરાવનાર દરેક સ્પર્ધકને ટીશર્ટ અપાશે. ઇવેન્ટના દિવસે હળવા નાસ્તાની પણ વ્યવસ્થા હશે. રાઇડ પૂર્ણ થયે દરેક સ્પર્ધકને આકર્ષક મેડલ અપાશે.

સાયકલીંગ માટે કે.કે.વી. થી પ્રસ્થાન કરી નવો રીંગરોડ, ઘંટેશ્વર, માધાપર, જી.ટી. શેઠ થઇ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સમાપન પામશે.

વધુ માહીતી માટે રાજકોટ રેન્ડોનીયર્સ મો.૯૩૧૬૩ ૩૨૦૬૩ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અમિત ટાંક, દિપાબેન થડેશ્વર, મારીયા ભારમલ, હિના પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:36 pm IST)