Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રૂ. બે લાખ ૩૦ હજારનો ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરીયાદ : આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ, તા. ૧૮ રૂ. બે લાખ ત્રીસ હજારના ચેક રિટર્નના કેસમાં કોર્ટે આરોપીને હાજર થવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ, મવડી પ્લોટ વિસ્તારમાં માધવ ગેઇટ પાસે રહેતા મનોજગીરી જેન્તીગીરી ગૌસ્વામીએ તેમના મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા જતિનભાઇ વલ્લભભાઇ કોટડીયા રહે. ગામ-બેડીયા, વાયા : નિકાવા, તા. કાલાવડ, જી. જામનગરનાને ઉછીના પેટે રોકડ રૂ.ર,૩૦,૦૦૦ બે લાખ ત્રીસ હજાર પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત આપવા બાબતે આ કામના આરોપીએ તેમના ખાતા વાળી એકસીસ બેંક, મેટોડા બ્રાંચ, તા. લોધીકા, જી. રાજકોટનો ચેક આપેલો હતો જે ચેક ફરીયાદીએ તેમના ખાતા વાળી યુકો બેંક, સ્વામીનારાયણ ગુરૂકુળ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત ફરેલ હતો.

આમ ફરીયાદીએ આ ચેક બિનચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચૂકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતાં આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહીં. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડીશનલ ચીફ જયુડી મેજીસ્ટ્રેટે આરોપી જતિનભાઇ વલ્લભભાઇ કોટડીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:35 pm IST)