Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ઉઘરાણીના પ્રશ્ને લાખાજીરાજ ઉદ્યોગનગરમાં થયેલ ખૂનના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

આરોપી વિરૂદ્ધ 'ચાર્જશીટ' બાદ પણ કેસના સંજોગો બદલાયા નથી : સમીર ખીરા

રાજકોટ, તા. ૧૮: રૂ.૪૦ હજારની ઉઘરાણીના પ્રશ્ને ચાલતા વિવાદમાં વચ્ચે પડી સમજાવવા ગયેલા અનિલ સોમાભાઇ મેલીયાની તલવાર છરીના ઘા મારી હત્યા કરવાના ગુનામાં પકડાયેલ અને જેલહવાલે રહેલા અને મનહર સોસાયટીમાં રહેતા વિશાલ બાલાભાઇ બાવળીયાએ ચાર્જશીટ બાદ જામીન પર છૂટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી એચ.એમ. પવારે નકારી કાઢી હતી.

આ કામનો આરોપી વિશાલ બાલાભાઇ બવળીય સાહેદ નીતાબેનને લીલાભાઇ ટાંકને હાથ ઉછીના આપેલ રૂ. ૪૦,૦૦૦/- માંગતા હોય તે રૂપિયાની ઉઘરાણી આરોપી વિશાલ કરતો હોય ગીતાબેન પાસે રૂપિયાની સગવડતા ન હોય જેથી આરોપી વિશાલ સાહેદ નીતાબેનના ઘર આગળ ગાળો બોલતો હોય જેથી આરોપીનો મોટો ભાઇ સાગર બાલાભાઇએ બોલાચાલી ન કરવા સમજાવવા ગયેલ ત્યારે આરોપી વિશાળ અને સગર વચ્ચે બોલચાલી થતા સાગરે આરોપી વિશાલે તલવારથી ઘા મારેલ અને આરોપીએ આ કામના ગુજરનાર અનિલભાઇ સોમાભાઇ વચમાં પડતા આરોપી વિશાલ બાલાભાઇએ છરીના ઘા મારી અનિલ સોમા મેણીયા ઉ.વ.૧૯ નાને ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિપજાવેલ હતું. આ કામનો ગુજરનાર અનિલભાઇ સોમાભાઇ આરોપી વિશાલને તથા સાગરને બચાવવા વચ્ચે પડેલ હતો અને આરોપી વિશાલે ગુજરનાર અનિલને છરીનો ઘા મારી મોત નિપજાવેલ હતંુ.

સરકારી વકીલ સમીર ખીરાની દલીલ એવી હતી કે આ કામના નજરે જોનાર ૭ સાહેદો છે, મુદામાલ છરી આરોપી વિશાલ પાસેથી કબ્જે થયેલ છે જેમાં લોહીના ડાઘા છે, લોહીવાળા કપડા કબ્જે કરવામાં આવેલ છે, સામાન્ય બાબતમાં બોલાચાલી કરી નવયુવક અનિલભાઇનું મૃત્યુ નિપજાવેલ છે. આઇ.પી.સી. કલમ-૩૦ર નો ગંભીર ગુન્હો છે. આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ છે. બદલાયેલ કોઇ નવા સંજોગો નથી તેમજ ફરીયાદીનો પ્રથમ દૃષ્ટિ અંગેનો કેસ હોય ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવા સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરેલ હતી.

(3:32 pm IST)