Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

આઇ.આઇ.એફ.એલ. ગોલ્ડ લોન કંપની સાથેની ઠગાઇના ગુનામાં જામીન મંજુર

રાજકોટ, તા.,૧૮: વેલ્યુર તરીકે નોકરીયાત એ આઇ.આઇ. એફ.એલ. ગોલ્ડ લોન કાુ.માં પોતાની ફરજ દરમ્યાન ડુપ્લીકેટ સોનાને અસલ સોના તરીકે લોનમાં બતાવીને છેતરપીંડી અંગેના ગુનામાં નોકરીયાત સહીત બે આરોપીના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામે ઉપરોકત કંપનીના નોકરીયાત રાજેન્દ્ર શિતલપ્રસાદ પાંડેએ રાજકોટ બી ડીવી. પો.સ્ટે. ફરીયાદએ સદરહું કંપનીમાં નોકરી કરતા (૧) પુજાબેન હર્ષદભાઇ ગડાયા (ર) વિશાલ કિશોરભાઇ મોરણીયા (૩) નિલેશભાઇ વાઘારામ વૈષ્ણવ (૪) નિર્મલ મુળદાસ મારવાડી સામે આઇપીસી ૪૦૬, ૪ર૦, ૪૦૮, ૪૧૭, ૪૧૯, ૩૮૧ તથા ૧ર૦ બી મુજબનો ગુનો નોંધાવેલ અને જણાવેલ કે, એવી રીતે આ કામ ઉપરોકત જણાવેલ આરોપીઓ પૈકી આરોપી નં. (૧) પુજાબેન હર્ષદભાઇ ગડાયાના એ પોતાની વેલ્યુયર તરીકેની ફરજ દરમ્યાન આરોપી (ર) વિશાલ કિશોરભાઇ મોરણીયા (૩) નિલેશભાઇ વાઘારામ વૈષ્ણવ અને (૪) નિર્મલ મુળદાસ મારવાડીની મદદથી ખોટા ગોલ્ડ (સોના) ઉપર લોન કરી આપી કુલ રૂ. ૪,૩૭,૪ર૦ની કંપની સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત અલગ-અલગ (૬) લોન રૂ. ૪,૩૭,૪ર૦ની ઠગાઇ કરી તેમજ પુજાબેન હર્ષદભાઇએ સોનાનું રૂ. પપ,૦૦૦નું પેકેજ ચોરી તેમજ વિશાલ કિશોરભાઇ મોરણીયાએ ખોટુ ગોલ્ડ પુરૂ પાડી જેમાં આરોપી નિર્મલ મુળદાસ મારવાડીએ ખોટા આઇડી પ્રુફ રજુ કરી લોન મેળવી ખોટા નામે રૂ.૪,૩૭,૪ર૦ની ઠગાઇ કરી તમામ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલ હતી.

આ અંગે બી. ડીવી. પોલીસ અધિકારીએ આરોપી (૧) પુજાબેન (ર) નિર્મળભાઇ (૩) વિશાલભાઇ ત્રણ વ્યકિતને પકડી કોર્ટ રજુ કરતા એડી. ચીફ.જયુ. મેજી. કોર્ટએ આરોપીના જામીન નામંજુર (રદ) કરીને જીલ્લા જેલ હવાલે કરેલા હોય તેમા આ આરોપી (૧) પુજાબેન હર્ષદભાઇ ગડીયા (ર) નિર્મળ મુળદાસભાઇ કોટેચાએ ડીસ્ટી. એન્ડ સેસન્સ જજ સમક્ષ જામીન અરજી ગુજારતા રાજકોટ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજએ બન્ને આરોપીને શરતોને આધીન રૂ. ૨૦-૨૦ હજારના જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી સંજય એચ. પંડયા તેમજ મનિષ એચ. પંડયા તેમજ વિશાલ સોલંકી, ઇરસાદ શેરસીયા, જયદેવસિંહઙ્ગ ચૌહાણ રોકાયેલ હતા.

(3:31 pm IST)