Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

રાજ્યકક્ષાની પેરાલીમ્પીકમાં રાજકોટના ચાર દિવ્યાંગોનું શાનદાર પર્ફોમન્સ : ૮ મેડલ્સ

યુનિક વિકલાંગ ટ્રસ્ટનું ગૌરવ : વિવિધ કેટેગરીમાં ઝળકયા

રાજકોટ, તા. ૧૮ : તાજેતરમાં ૪૨મો રાજ્યકક્ષાનો પેરાલીમ્પીક એથ્લેટિકસ સ્પોર્ટ ઇવેન્ટ નડિયાદ ખાતે યોજાયેલ હતો. જેમાં રાજકોટ અને મોરબી જીલ્લા માંથી સંસ્થાના ૯ દીવ્યાંગો સિલેકટ થયા હતા. આ ઇવેન્ટમાં યુનિક વિકલાંગ ટ્રસ્ટના દીવ્યાંગોએ અલગ અલગ કેટેગરીમાં ટોટલ ૮ મેડલ મેળવ્યા હતા.

જેમાં અનુક્રમે  સોનલ વસોયાએ સ્ત્રીઓમાં ૫૫ની કેટેગરીમાં ચક્રફેંકમાં પ્રથમ, ભાલા ફેંકમાં દ્વિતિય અને ટીના કુમાર ગમારાએ  પુરૂષોમાં  ૪૫ થી ૪૭ કેજવટેગરીમાં ગોળાફેકમાં તૃતીય પદક,  સ્ત્રીઓની કેટેગરીમાં બલસારા જયશ્રીએ ૧૨મી કેટેગરીમાં ગોળાફેકમાં પ્રથમ તેમજ લાંબી કુદમાં દ્વિતીય પદક પ્રાપ્ત કરેલ છે.સ્ત્રીઓની ૫૫મી કેટેગરીમાં ઇલા દોશી એ તૃતીય પદક પ્રાપ્ત કરેલ છે. ૪૪મી કેટેગરીમાં પુરૂષોમાં  વાઘેલા દીપકે ૧૦૦મી દોડમાં દ્વિતિય અને ૨૦૦મી દોડમાં પ્રથમ પદક પ્રાપ્ત કરેલ છે.

અત્યાર સુધી સંસ્થાના દીવ્યાંગો ૧ ઇન્ટરનેશનલ અને ૧૮ નેશનલ મેડલ મેળવીને ગૌરવ અપાવેલ છે. આ અંગે સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષભાઇ પંડ્યાએ જણાવેલ હતું કે સંસ્થાના દીવ્યાંગોમા રમત ગમત ક્ષેત્રે ઘણી બધી વિશિષ્ટ શકિતઓ છુપાયેલી છે. જેને યોગ્ય નિખાર માટે ટ્રેનીંગ અને તકનું સ્વરૂપ કે પ્લેટફોર્મ આપીને સમાજ સમક્ષ લઇ આપવાની કામગીરી સંસ્થા દ્વારા કરવામાં આવતી હોવાનું શ્રી શૈલેષ પંડ્યા (પ્રમુખ, શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, મો. ૯૨૭૭૮૦ ૭૭૭૮)એ જણાવ્યું છે.

(3:30 pm IST)