Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પોસ્ટ ખાતામાં ૧૦ વર્ષથી વધુ સમય પહેલા નિષ્ક્રીય ખાતા અંગે યાદી જાહેરઃ સ્પે. નિયમો બહાર પડાયા

રાજકોટ,તા.૧૮: ભારત સરકાર દ્વારા પોસ્ટ ઓફિસો અને બેંકોમાં પડેલા થાપણદારોના દાવેદારી નાણાંના સંચાલન માટેના નિયમો (વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ નિયમો-૨૦૧૬) જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો મુજબ, આવા ખાતાઓની વિગતો કે જેમાં રકમ દાવા વગરની છે. (૧૦ વર્ષની વધુ સમય માટે નિષ્ક્રિય અથવા અસંચાલિત એકાઉન્ટ્સ) જાહેરમાં સુચિત કરવામાં આવશે. તદનુસાર પોસ્ટ વિભાગે આવા ખાતાઓની વિગતો (www.indiapost.gov.in) પર પ્રકાશિત કરી છે. પોસ્ટ ઓફિસોે ઓફિસ નોટીસબોર્ડ ઉપર સૂચિ પ્રકાશિત કરવા અને અન્ય માધ્યમથી પણ વ્યાપક પ્રચાર આપવા જણાવ્યું છે. તમામ સંબંધિતોને તેમની દાવેદારી રકમનો દાવો કરવા માટે ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ અથવા સંબંધિત પોસ્ટ ઓફિસના નોટિસ બોર્ડ પર પ્રકાશિત ખાતાના નંબરોની તપાસ માટે જાણ કરવામાં આવે છે. વધુ વિગત માટે લોકલ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા એક યાદીમાં ઉમેરાયું છે.

(12:00 pm IST)