Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મહાશીવરાત્રી પર્વઃ દરેક વોર્ડમાં આવેલા શિવાલયો-દેવસ્થાનોની મહિને સફાઇ કરાવોઃ વશરામભાઇ

રાજકોટ,તા.૧૭: મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલને  લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, મહાનગરપાલિકાની હદમાં આવતા ૧૮ વોર્ડમાં મહાશિવરાત્રીના પર્વ પૂર્વે શહેરભરમાં તમામ શિવાલયોની તેમજ દેવસ્થાનોની આજુબાજુમાં સઘન સફાઈ કરાવવા તેમજ મહાશિવરાત્રીના દિવસે શિવમંદિરોની આજુબાજુ સફાઈ કરાવવા તેમજ મંદિરોની ડ્રેનેજ ચોક-અપ ન થાય તે માટે ખાસ તકેદારી લેવી જરૂરી છે.

વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું છે કે, મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે શિવાલયોમાં ભકતોની ભીડ ઉમટતી હોય ત્યારે તંત્ર અગાઉથી જ જાગૃત બને તે જરૂરી છે તેથી દર્શનાર્થે જતા લોકોને હાલાકી ન ભોગવવી પડે આ ઉપરાંત આજુબાજુની ડ્રેનેજ ચોક-અપ ન થાય તે માટે અગાઉથી જ તકેદારી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે.

મહાનગરપાલિકા મંદિરોની સાફ સફાઈ માટે મહાનગરપાલિકા તંત્ર જાગૃત બને તે જરૂરીઙ્ગ મંદિરોમાં ફાયર ફાઈટર મારફતે પાણી છંટકાવ, સઘન સફાઈ તેમજ ડ્રેનેજ વ્યવસ્થા વગેરે માટેના પગલા લેવામાં આવે તે આવશ્યક છે તેમજ તહેવાર બાદ મંદિરોમાંથી ફૂલ-હાર, કચરો વિગેરે ઉપાડવા માટે પણ તંત્રએ વિશેષ વ્યવસ્થાની ગોઠવણ કરવા ધર્મપ્રેમી જનતા વતી લાગણી  ધ્યાનમાં રાખી રજૂઆત કરાઇ હતી.

(3:51 pm IST)