Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

બેડી યાર્ડ બહાર પથ્થરમારામાં પાંચ પોલીસ કર્મચારીઓને પણ ઇજા

. રાજકોટ તા. ૧૭: આજે બપોરે બેડી યાર્ડ બહાર મચ્છરોના ઉપદ્રવને મામલે વિરોધ કરવા માટે યાર્ડના વેપારીઓ-મજૂરો રોડ પર આવી જતાં અને ચક્કાજામ કરતાં પોલીસે તે વિખેરવા હળવો લાઠીચાર્જ કરતાં સામે ટોળામાંથી પથ્થરમારો થયો હતો. જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને પણ ઇજા થતાં પ્રાથમિક સારવાર લેવી પડી હતી. જેમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ.મયુરભાઇ પટેલ, જેન્તીભાઇ અને જગમાલભાઇ સહિતનો સમાવેશ થાય છે. પીએસઆઇ ધાખડામાં હેલ્મેટ પહેરી હોઇ તેના પર પથ્થર આવ્યો હતો. હેલ્મેટ હોવાથી ગંભીર ઇજાથી બચ્યા હતાં. મુંઢ ઇજા પહોંચી હતી. હેડકોન્સ્ટેબલને હાથમાં પથ્થર લાગ્યો હોવાનું જાણવા મળે છે.

(4:06 pm IST)