Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પ્રચારક અને કાર્યકર્તા જ ભાજપનો પ્રાણઃ ભાર્ગવભાઈ ભટ્ટ

શહેર ભાજપ દ્વારા શકિત કેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગનો પ્રારંભ

રાજકોટઃ પ્રદેશ ભાજપની યોજના અનુસાર તા.૨૧ ફેબ્રુઆરી થી ૨ માર્ચ દરમ્યાન શકિતકેન્દ્ર વિસ્તારક યોજનાનું અયાોજન કરાયેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ભાજપ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, પુર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટક, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા શહેરના મેયર બંગલા ખાતે શકિતકેન્દ્ર વિસ્તારક, શકિતકેન્દ્ર ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓનો અભ્યાસવર્ગ યોજવામાં આવ્યો હતો. આ શકિતકેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગનો પ્રારંભ ભાર્ગવભાઈ ભટ્ટે દિપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો. આ તકે ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓનો પક્ષ ગણાય છે, ભાજપ પાસે કર્મઠ કાર્યકર્તાઓની મોટી ફૌજ છે. સક્ષમ, ત્યાગી, નિષ્ઠાવાન અને કર્તવ્યવાન કાર્યકર્તાઓ ભાજપની ઓળખ છે. એકમાત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ વિચારધારાને મહત્વ, દેશવ્યાપી વિરાટ સંગઠન, મૂલ્યનિષ્ઠ રાજનેતાઓ જોવા મળે છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારની લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓની માહિતી જન- જન સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચેએ માટે પાર્ટીનો કાર્યકર્તા કટીબધ્ધ બને અને દેશના વિકાસમાં સહભાગી બને. ત્યારે ભાજપનો પ્રાણ એટલે પાર્ટીનો પ્રચારક અને વિસ્તાર કાર્યકર્તાની ભૂમિકા નિભાવે. આ શકિતકેન્દ્ર વિસ્તારક અભ્યાસ વર્ગમાં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડે, આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી તેમજ વ્યવસ્થા જીતુ કોઠારીએ સંભાળી હતી. આ અભ્યાસ વર્ગમાં શહેર ભાજપના હોદેદારો, શકિતકેન્દ્ર વિસ્તારકો, શકિતકેન્દ્ર ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ, વોર્ડ પ્રમુખ- મહામંત્રી, કોર્પોરેટરો તથા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)