Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કોર્પોરેશનનું બજેટ શહેરીજનોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરનારૂ : ધનસુખ ભંડેરી

રાજકોટ :  ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ ગુેજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે રાજકોટ મહાનગરપાલીકાના વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટને આવકારી  શાસકોને શુભેચ્છા આપતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના મંત્ર અનુસાર  એટલે કે જયાં માનવી ત્યાં સુવિધાને નજર સમક્ષ રાખી કોર્પોરેશન દ્વારા બજેટ રજુ કરવામાં આવતું હોય છે, ત્યારે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા આ બજેટમાં કમિશનર દ્વારા સુચવાયેલા રૂા ૪૧ કરોડના નવા કરબોજના પ્રસ્તાવો રદ કર્યા બાદ નવી યોજનાઓ ઉમેરીને રૂા ૨૧૨૬.૧૦ કરોડનું સર્વજીવ હિતાવહાય બજેટ રજુ કરવામાં આવેલ છે.

શહેરીજનો પ્રત્યે સંવેદનશીલતા દાખવેલ છે. સાથોસાથ રાજકોટ શહેર વિકાસની નવી ક્ષિતીજ સર કરી રહ્યું છે. આ બજેટ શહેરીજનોની સુખ, સગવડ, સુખાકારી વધારનારૂ હોવાથી  ર્સ્વસ્પર્શી અને સર્વવ્યાપી હોવાનું અંતમાં ધનસુખભાઇ ભંડેરી અને નીતીન ભારદ્વાજે જણાવ્યું હતું (૩.૧૯)

 

(4:19 pm IST)