Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કોલસાના વેપારી સાથે લાખોની ઠગાઇ ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૯ : કોલસાના વેપારીએ કરેલ ૧૧.પ૦ લાખની છેતરપીડીના ગુનામાં આરોપી સંજીવ કૈલાશપ્રસાદ અગ્રવાલની જામીન અરજી એડિશનલ સેસન્સ જજે રદ કરી હતી.

રાજકોટના સંતકબીર રોડ ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતાજયેશભાઇ નથુભાઇ ઢોલરીયા આજીડેમ રીંગ રોડ સામે શ્રી હરિઇન્ડસ્ટ્રીઝ  ઝોન - ૧, શે.નં.૭ની સામે પ્લોટ નં.૯૭માં શ્રીસતગુરૂ એન્ટરપ્રાઇઝના નામની પેઢીમાં કોલસા લે-વેચનું ધંધો કરે છે.

સને ર૦૧૩થી ભાવનગર મામસા પાટીયા પાસે આવેલમાં ભગવતી કોક પ્રા. લી. જે પેઢીનાં માલીક વેપારી સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ સાથે કોલસો લે-વેચનો ધંધો કરતા હતા. ફરિયાદી જે કોલસાનો ઓડર આપતા હતા તે માલના પૈસા જયેશભાઇ નથુભાઇ ઢોલરીયા ફરીયાદીએ એડવાન્સમાં ભગવતી કોક પ્રા. લી. ના નામે આર.ટી.જી.એસ. બેંકદ્વારા કરતા હતા. ત્યારબાદ કોલસાનો મોકલશુ તેવું આરોપી જણાવતા હતા.

ફરીયાદ દ્વારા આરોપી સંજીવ અવાર નવાર સંપર્ક કરવાની કોશીષ કરતા હતા પરંતુ સંપર્ક થતો નહી અને એડવાન્સમાં લીધેલ રકમ રૂ. ૧૧,પ૦,૭૧૪ આરોપી વેપારી સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ કોલસાનો માલ મોકલાવેલ નહી અને રકમ પરત કરેલ નહી અને ફરીયાદી સાથે છેતરપીડી તથા વિશ્વાસઘાત કરેલ હોય જેથી ફરીયાદી જયેશભાઇએ થોરાળા પો. સ્ટેશનમાં આરોપી સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલનીસામે આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪ર૦, ૪૦૯ મુજબ ફરીયાદી કરેલ.

કોર્ટેએ જણાવેલ કે, હાલના આરોપી વેપારીઓ છે તેમની વિરૂધ્ધ અગાઉ પણ આર્થિક ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવે છે. કલમ ૪૦૯ની જોગવાઇ ધ્યાને લેતા આવી વ્યકિત જો વિશ્વાસ ભંગ કરે તો તેનાથી એક ગંભીર અને જાહેર આફત પેદા થાય છે વ્યાપારીક વ્યવહારને પણ લાગુ પાડી શકાય તેવો પ્રથમ દર્શનીય પુરાવો આ કેસના રેકર્ડ ઉપર છે અને હાલનો આરોપી કાનપુર ખાતે જુની નવી ચલણી નોટોમાં પણ સંડોવાયેલ હોય તેથી આરોપી સામે હાલનો ગુનો હળવાશથી લઇ શકાય નહિ. તેવું ઠરાવીને હાલની જામીન અરજી નામંજુર (રદ) કરવામાં આવેલ હતી.

સરકાર પક્ષે તરૂણભાઇ માથુર એડવોકેટ તેમજ મુળ ફરીયાદી તરફે સંજયભાઇ પંડયા, મનિષભાઇ એચ. પંડયા, નિશેલ ગણાત્રા તેમજ રવિભાઇ ધ્રુવ તથા ઇરશાદ સેરસીયા રોકાયા હતા.

(4:05 pm IST)